વાઈબ્રન્ટ સમિટમાં 6000 સુધીની ભોજનની ડિશ

શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (16:15 IST)
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લઈ રહેલા દેશ વિદેશના VVIP મહેમાનોની ખાતર બરખાસ્ત કરવામાં સરકારે પાણીની જેમ પૈસા વહાવવાનુ નક્કી કર્યુ હોય તેમ લાગે છે.
વાઈબ્રન્ટ ગુજરાતમાં આમંત્રિતોને 1500 રુપિયાથી માંડીને 6000 રુપિયા સુધીની ડિશ રાખવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. જે પ્રમાણે મિડિયા અને એક્ઝિબિશનમાં આવેલા બીજા આમંત્રિતો માટે 1500 રુપિયા સુધીની ડીશ છે. જ્યારે મંત્રીઓ અને આઈએએસ કક્ષાના અધિકારીઓ માટે 3500 રુપિયાની ડિશ પિરસવામાં આવશે. જ્યારે વડપ્રધાન સાથે જમનારા VVIP મહાનુભાવો માટે  4000 રુપિયાથી લઈને 6000 રુપિયા સુધીની ડિશ રાખવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે આ ડિનરમાં VVIP સામેલ થશે.આ માટે ફાઈવ સ્ટાર હોટલને કોન્ટ્રાક્ટ અપાયો છે

VVIP મેનુ કંઈક આ પ્રમાણે છે

- શિંકજી

- મસાલા છાશ

- દાળ ખમણ

- બ્રોકોલી આલમન્ડ સૂપ

- પનીર પસંદા વીથ સેફ્રોન ગ્રેવી

- ચટપટા પંજાબી શાક વીથ ટેન્જી ગ્રેવી

- આલુ મટર 

- સુરતી ઉંધીયુ

- વેજ લઝાનિયા

- દાળ તડકા

- ફુલ્કા રોટી, પરોઠા, નાન

- પાપડ,ચટણી

- રાજભોગ શ્રીખંડ

- રેડ વેલવેટ પેસ્ટ્રી

- સીતાફળ આઈસ્ક્રીમ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર