10 થી 13 જાન્યુઆરી સુધી ચાલનારા 8માં વાયબ્રેન્ટ સમિટને ગુજરાત સરકાર સીધુ પોલિસી મેકિંગ સાથે જોડી રહી છે. આ માટે સમિટ દ્વારા 11 અને 12 જાન્યુઆરી વચ્ચે 3 એક્શન સેમિનાર કરવામાં આવશે. મતલબ એવા સેમિનાર જેના પરિણામોને અમલમાં લાવી શકાય. દરેક સેમિનારની અવધિ હશે 3 કલાક અને વિષય છે - સ્ટાર્ટ અપ, એગ્રીકલ્ચર અને રૂરલ ઈકોનોમી અને સ્માર્ટ એંડ લિવેબલ સિટીઝ. સેક્ટર વિશેષના માહિતગારો સાથે મંથન પછી જે પરિણામો સામે આવશે તેને સરકારની નીતિયોમાં સ્થાન આપવામાં આવશે.