વાયબ્રંટમાં ચર્ચાનો વિષય - મહાત્મા મંદિર

P.R
ગાંધીનગરમાં મહાત્મા મંદિરનુ કાર્ય ગયા બે મહિનાહી શરૂ કરવામાં આવ્યુ હતુ. ગામેગામના જળ અને માટી લાવીને મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ જાન્યુઆરી 2011 સુધીમાં હજુ મંદિર નિર્માણનુ કાર્ય પૂર્ણ થયુ નથી. જે ઈચ્છાશક્તિના અભાવ હોવાનુ કહેવાય છે.

પાટનગર ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરના પરિસરમાં તા 12મીએ અને 13મી જાન્યુઆરી દરમિયાન વાયબ્રંટ સમિત યોજાશે. તેના માટે મહિનાઓથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પરંતુ અથાગ પ્રયાસો બાદ હાઈટેક એકઝિબેશન અને સમિટ માટેના શેડ તૈયાર થઈ શક્યા છે.

એલએંડટી સહિત અનેક કંપનીઓએ કાર્યપૂર્ણ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારે દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન આયોજન સમિતિના વડા સુરેશ કલમાડી અને દિલ્હીના મુખ્યમંત્રી શિલા દીક્ષિતે ભ્રષ્ટાચાર અને કોમનવેલ્થમાં કોંટ્રાક્ટો આપવામાં અનિયમિતતાના આક્ષેપોનો વ્યાપક સામનો કર્યો હોવા છતા આ મોટા ઉત્સવની તૈયારી સમયસર પૂરી થઈ હતી. આમા ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં દિલ્લી સરકારની ઈચ્છાશક્તિ અને કટિબદ્ધતા દેખાઈ આવી હતી. બીજી બાજુ રાજ્યમાં મહાત્મા ગાંધી મંદિર કોઈ મોટો પ્રોજેક્ટ ન હોવા છતા આ મંદિર હજુ તૈયાર થયુ નથી. ઈચ્છાશક્તિઓનો અભાવ આમા દેખાય છે.

વેબદુનિયા પર વાંચો