21 લાખ કરોડના મૂડીરોકાણ સાથે વાયબ્રંટ પરિપૂર્ણ

શુક્રવાર, 14 જાન્યુઆરી 2011 (11:15 IST)
P.R
રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરના પરિસરના વિશાળ કેમ્પસમાં યોજાયેલી પાંચમી વાયબ્રંટ ગુજરાત ઈંવેસ્ટર્સ સમિત આજે શાનદાર માહોલમાં પરિપૂર્ણ થઈ હતી. બે દિવસની વાયબ્રંટ સમિટ દરમ્યાન કુલ 21 લાખ કરોડનુ અભૂતપૂર્વ અને વિક્રમી મૂડીરોકાણ થયુ છે. વાયબ્રંટ દરમિયાન 79.36 એમઓયુ થયા છે. રેકોર્ડ મૂડીરોકાણથી રાજ્યમાં આગામી વર્ષોમાં બાવન લાક રોજગારીની નવી તકો સર્જાશે તેવો દાવો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રંટ સમિટના અંતે કર્યો હતો.

દરમિયાન 32 દેશ અને રાજ્ય રાજ્યોના ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં રોકાણ માટે ભારે રસ દાખવ્યો હતો. બે દિવસના સમાપનટાણે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં રૂ. 20.83 લાખ કરોડના રોકાણ માટે કુલ 79.36 એમઓયુ થયા છે. એટલે કે 450 બિલીયન અમેરિકાન ડોલરના રોકાણો માટે એમઓયુ કરાયા છે. આ રોકાણોથી ગુજરાતમાં 52 લાખ નવી રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

P.R
ગાંધીનગરમાં યોજાય્લી પાંચમી વાયબ્રંટ ઈંવેસ્ટર્સ સમિટના પ્રથમ દિવસે રૂપિયા 15લાખ કરોડના રોકાણો માટે એમઓયુ થયા છે. જેનાથી ગુજરાતમાં આગામી વર્ષોમાં બાવન લાખ જેટલી નવી રોજગારીની તકો ઉપલબ્ધ થશે. વાયબ્રંટ સમિટમાં દેશના કોર્પોરેટ હાઉસના અગ્રણી ઉદ્યોગપતિઓએ હાજરી આપીને ગુજરાતમાં વિવિધ સેક્ટરમાં રોકાણ માટે રસ દાખવીને એમઓયુ કર્યા હતા. ટાટા ગ્રુપના રતન ટાટા, અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના અનીલ અંબાણી, અદાણી ગુર્પના ગૌતમ અદાણી, ગોદરેજ ગ્રુપના અદી ગોદરેજ સહિત અગ્રણી ઉદ્યોગપતિઓએ કરોડો રૂપિયાના રોકાણો માટે રાજ્ય સરકાર સાથે એમઓયુ કર્યા છે.

વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટના અજએ બીજા દિવસે કેમિકલ બાયર સેલર મીટ યોજાઈ હતી. જેમ અ30 દેશોના 70 ઉપરાંત પ્રતિનિધિઓએ વન ટૂ વન બિઝનેસ મિટીંગ યોજી હતી. ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 97 એકમો દ્વારા બંદરો અને તેના સંલગ્ન માળખાકીય સુવિદ્યાઓના વિકાસ માટે રૂ. 1.2 લાખના મૂડી રોકાણના એમઓયુ કરવામાં આવ્યા હતા. સમજૂતી કરવામાં આવેલા એકમોમા અદાણી, સ્ટર્લિંગ પોર્ટ્સ, જીવીકો, એસ્સાર. પીઓએલ, કંડલા પોર્ટટ્રસ્ટ, સ્વાન એનજ્રી વગેરેનો સમાવેશ થતો હતો.

આ ઉપરાંત આરોગ્ય અને ફાર્માસ્ટ્યુટિકલ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા રોકાણકારો સાથે ચાર આંતરરાષ્ટ્રીય અને 127 રાષ્ટ્રીય કંપનીઓ સાથે રૂ 2600 કરોડના એમઓયુ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા.

પાંચમી વાયબ્રંટ ગુજરાત ઈંવેસ્ટર્સ સમિટના આજે બીજા દિવસે સવારની રોશનીમાં અર્બન ઈંફ્રાસ્ટ્રકચર એંડ વોટર સેક્ટર-ઈમર્જીંગ ટ્રેંડ્ડઝ એંડ ચેલેંજીસ વિષય પર યોજાયેલા સેમિનારમાં શહેરી વિકાસ ક્ષેત્રે કુલ રૂ. 2,26,274 કરોડનુ મૂડીરોકાણ ધરાવતા અને 7,49,592 વ્યક્તિઓને રોજગારી આપતા 655 પ્રોજેક્ટ માટે સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. પાણી પુરવઠાના વિકાસ ક્ષેત્રે રૂ. 33,796.90 કરોડનુ મૂડીરોકાણ ધરાવતા 33 પ્રોજેક્ટ માટે એમઓયુ કરાયા છે.

વેબદુનિયા પર વાંચો