વાયબ્રંટ સમિટના ભાગરૂપે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આજે ફરી એકવાર ભેગા થયા હતા. નાના ભાઈ અનિલ અંબાણીને સન્માનપૂર્વક મોટાભાઈ મુકેશ અંબાણીનો આભાર માન્યો હતો. અનિલ અંબાણીએ અભિવાદન પણ કર્યુ હતુ જેથી ઉપસ્થિત તમામ લોકોનુ ધ્યાન ખેંચાયુ હતુ. ગાંધીનગરમાં પાંચમી વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટમા6 આગળણી રો મા બેસેલા પોતાના મોટાભાઈ તરહ જોઈને અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે તેઓ તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીનુ ખૂબ જ સન્માન કરે છે. તેઓની આ વાત સાંભળીને ઉપસ્થિત લોકોએ તેમની વાતને ટાળીઓથી વધાવી લીધી હતી.
સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના આ બંને પુત્રો વર્ષ 2004થી કાયદાકીય લડત લડી રહ્યા છે. રિલાયંસના સામ્રાજ્યના વિભાજનને લઈને તેમની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. કૃષ્ણા-ગોદાવરી બેસીનમાંથી કુદરતી ગેસની કિમંત અને ભાગીદારી બાબતે પણ વિવાદ થઈ ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટે ગેસ વિવાદ પર થોડા દિવસ પહેલા જ ચુકાદો આપ્યો હતો, ત્યારબાદ બંને ભાઈઓ ફરીવાર મતભેદોને ભૂલાવી દઈને સમાધાનના માર્ગે વધી રહ્યા છે. જ્યારે આ બંને ભાઈઓ એકસાથે મંચ પર દેખાય છે તો બધાનુ ધ્યાન ખેંચાય જાય છે.