ગુરુવાર, 13 જાન્યુઆરી 2011 (18:12 IST)
- પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરના વિશાળ પરિસરમાં વાયબ્રંટ સમિટ શરૂ
- સવારે 10.30 કલાકે પાંચમી વાયબ્રંટ સમિટનો દબદબાભેર શુભારંભ
- વાયબ્રંટ સમિટના તમામ દરવાજા પર ઢોલ અને શરણાઈના સૂર સાથે તમામ મહેમાનોનું સ્વાગત
- વાયબ્રંટ સમિટના વિશાળ હોલમાં મંચ ઉપર વિદેશોના રાજદ્વારીઓ, કોર્પોરેટ હાઉસના માઘાંતાઓ અને પ્રધાનમંડળના તમામ સભ્યો માટે બેસવાની વ્યવસ્થા કરાઈ.
- સમિટ સમારોહનુ હાઈટેક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતુ.
- સમારોહના પ્રારંભપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તમામ ઉદ્યોગપતિઓને અને પત્રકારોને મળ્યા હતા.
- રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી સહિત તમામ ઉદ્યોગપતિઓ તેમજ વિદેશી રાજદ્વારીઓએ વિકાસ માટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરી હતી.
- મુખ્યમંત્રી લિખિત પુસ્તક 'કંવીનિયંટ એક્શન અને સામાજિક સમરસતા કાવ્યસંગ્રહ તમામ મહેમાનોને ભેટ અપાયા હતા.
- ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝિંટા એ સમારોહમાં હાજરી આપી તમામ લોકોનુ ધ્યાન આકર્ષિત કર્યુ હતુ.
- સમિટની શરૂઆત થયા પછી જુદા જુદા ઉદ્યોગ ગૃહોએ કરારની જાહેરાત કરવાની શરૂઆત કરી.
- અદાણી ગ્રુપે 80,000 કરોડના રોકાણની જાહેરાત કરી.
- બંદર અને પાવર સેક્ટરમાં રોકાણ કરાશે
- મહિન્દ્રા ગ્રુપે 3000 કરોડ રૂપિયાના 6 એમઓયુ કર્યા
- એસ્સાર ગ્રુપે 13,000 કરોડના એમઓયુ કર્યા.
- અનિલ અંબાણીએ આગામી વર્ષોમાં 50,000 કરોડ રોકવાની જાહેરાત કઈ.
- હિન્દુસ્તાન કંસ્ટ્રક્શને 12000 કરોડના એમઓયુ કર્યા
- એલએંડટી 182 દિવસમાં મહાત્મા મંદિરનું કામ પૂર્ણ કરીને ઈતિહાસ સર્જશે.
- આઈસીઆઈસીઆઈ બેંક 2000 શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં ખોલશે.
- નરેન્દ્ર મોદી લાંબી રેસના ઘોડા છે - અનિલ અંબાણી
- જૂનાગઢ, પોરબંદરમાં સિમેંટ પ્લાંટ બનાવાશે.
- અમિતાભની વિશેષ હાજરી.
- દરિયાકિનારે 1 લાખ કરોડનુ રોકાણ કરાશે.
- ગુજરાતના એક મિલિયન ગ્રાહકો સુધી પહોંચવાની ચંદા કોચરની યોજના
- બે નવા બંદરો સ્થપાશે.