Reasons for not Drying Clothes Outside at Night:
રાત્રે કપડા બહાર કેમ ન સુકવવા જોઈએ ?
આવુ જ એક કાર્ય છે જેને ડીલો સૂર્યાસ્ત પછી કરવાની ના પાડે છે. એ છે રાત્રે બહાર કપડા સુકવવા. તે કહે છે કે રાતના સમયે કપડા ન ધોવા જોઈએ. જો મજબૂરીને કારણે ધોવા પણ પડી જાય તો તેને સુકવવા માટે બહાર ન ફેલાવવા જોઈએ. તમારા વડીલોની આ વાત થોડી અટપટી લાગી શકતી હોય પણ તેની પાછળ શાસ્ત્ર અને વિજ્ઞાન બંને છિપાયા છે.
વાસ્તુ શાસ્ત્રમાં બતાવ્યુ છે રહસ્ય
વાસ્તુ શાસ્ત્ર મુજબ રાતના સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે. આવામાં જો તમે સૂર્યાસ્ત પછી બહાર કપડા સુકવો છો તો તેમા પણ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે છે. જેનાથી તેને પહેરનારાઓને નુકશાન થઈ શકે છે અને વ્યવ્હારમાં ફેરફાર આવી શકે છે. તેનાથી તેમને આર્થિક તંગી પણ આવી શકે છે. આવુ કરવાથી પરિવારના લોકોનુ આરોગ્ય પણ બગડી શકે છે.
રાત્રે કપડા બહાર સુકવવાના નુકશાન
વિજ્ઞાન પણ રાત્રે બહાર કપડા સુકવવાના યોગ્ય નથી માનતા. તેના મુજબ રાત્રે ધોઈને બહાર નાખવામાં આવેલા કપડા સંપૂર્ણ રીતે બહાર સુકાય નથી શકતા અને તેમા નમી કાયમ રહે છે. જેના કારણે તેમા ફંગસ અને બેક્ટેરિયાનો ખતરો વધી જાય છે. જેને કારણે સ્કિન એલર્જી અને ખંજવાળ, દાદ-ખાજ જેવી પરેશાનીઓ ભોગવવી પડે છે. એટલુ જ નહી રાતના સમયે અનેક જીવજંતુઓ કપડા પર બેસીને ગંદકી ફેલાવે છે, જેને પહેરવાથી સ્કિન ઈન્ફેક્શનનો સામનો કરવો પડે છે. તેથી રાત્રે કપડા બહાર સુકવવાથી બચવુ જોઈએ.