- વિશ્વકર્મા પૂજાના દિવસે તમારા ઈલેક્ટ્રોનિક સાધનો અને ગાડી પણ સાફ કરો.
વિશ્વકર્માની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘર અને દુકાનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે, તમારા કાર્યમાં વપરાયેલા મશીનો સાફ કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની સાથે વિશ્વકર્માજીની પ્રતિમાનું સ્નાન અને પૂજા-અર્ચના કરવી જોઈએ. ઋતુફળ, મિષ્ટાન્ન, પંચમેવા, પંચામૃત અર્પણ કરો. દીવો અને ધૂપ વગેરે પ્રગટાવીને બંને દેવતાઓની આરતી કરો