ઘરની સમૃદ્ધિ માટે સ્ત્રીઓએ સવારે ઉઠીને કરવા જોઈએ આ કામ

મંગળવાર, 18 જૂન 2019 (11:56 IST)
શાસ્ત્રોમાં લખ્યુ છે કે ઘરની ખુશીઓની ચાવી સ્ત્રીઓના હાથમાં હોય છે. ઘરની સ્ત્રી જેવુ ઈચ્છે તેવુ પોતાનુ ઘર બનાવી શકે છે.  વાસ્તુશાસ્ત્ર મુજબ જો સ્ત્રી થોડી વસ્તુઓનુ ધ્યાન રાખે તો ઘરની તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકે છે.  એવુ કહેવાય છે કે જે ઘર્નુ નિર્માણ વાસ્તુ મુજબ નથી થતુ ત્યા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સાથે જ વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વાતો પણ બતાવી છે જેનુ મહિલાઓ દ્વારા પાલન કરવુ લાભકારી માનવામાં આવે છે તો ચાલો જાણીએ વાસ્તુ મુજબ ઘરની મહિલાઓએ કંઈ પાંચ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.. 
 
સૌથી પહેલુ કામ છે સૂર્યોદય પહેલા ઉઠી જવુ 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની સ્ત્રીઓએ સૂર્યોદય પહેલા ઉઠી જવુ જોઈએ. સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કર્યા પછી ભગવાનની આરતી ઉતારવાથી ઘરમાં રહેલ આળસ અને પરેશાનીઓ મીલો દૂર ભાગી જાય છે. સાથે જ ઘરના લોકોનું સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. 
 
બીજુ કામ છે પાણીનો છંટકાવ - ઘરની સ્ત્રી જો સવારે ઉઠીને તાંબાના લોટોમાં પાણી ભરીને મેન ગેટ કે પછી દરવાજાની આસપાસ બહાર પાણીનો છંટકાવ કરે છે તો વાસ્તુ મુજબ ઘરની પૈસા સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે.  ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. 
 
સવારે સ્ત્રીઓનુ ત્રીજુ કામ છે લક્ષ્મીની પૂજા 
 
દરેક શુક્રવારે જો ઘરની મહિલા શ્રી સૂક્ત કે શ્રી લક્ષ્મી સૂક્તનો પાઠ કરે છે તો તેનાથી ઘરમાં ઘન લાભ વધે છે.  જો તમે લક્ષ્મીજીના નામનુ વ્રત પણ રાખો છો તો તેનાથી તમારા બાળકોના જીવનમાં પ્રોગ્રેસનો રસ્તો પણ ખુલશે. 
 
ચોથુ કામ છે અમાસના દિવસે ઘરની સફાઈ 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ અમાસના દિવસે આખા ઘરની સફાઈ કરવી જોઈએ. એવુ કહેવાય છે કે આવુ કરવાથી ઘરની સમસ્ત નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.  પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે છે. 
 
અને પાંચમુ કામ છે ગાયને ચારો 
 
જો ઘરની અસપાસ ગૌશાળા છે તો વાસ્તુ મુજબ રોજ ગાયને ચારો નાખવાથી ઘરમાં ક્લેશ કંકાશ રહેતો નથી.  ઘરના સભ્યોમાં પ્રેમ અને વિશ્વાસ વધે ક હ્હે. જો ઘરમાં તુલસીનો છોડ છે તો રોજ સવારે સ્નાન ધ્યાન કર્યા પછી છોડને પાણી પીવડાવો. આવુ કરવાથી શારીરિક સંબંધી પરેશાનીઓથી ઘરના સભ્યો મુક્ત રહે છે. 
 
કોશિશ કરો કે ઘરના બાળકોને પણ તમારી સાથે સાથે આ સંસ્કારોની ટેવ પડે. ખાસ કરીને ઘરની લક્ષ્મીયોને. છેવટે તેમને પણ એક દિવસ નવા ઘરે જવાનુ છે.  આવુ કરવાથી તમારુ ઘર શોભશે અને સાથે તામરી પુત્રી પણ સાસરિયે જઈને ત્યા પણ ખુશહાલી વધારશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર