વાસ્તુ ટિપ્સ - આ ઉપાયોથી સમાજમાં તમારુ માન-સન્માન વધશે

શુક્રવાર, 5 એપ્રિલ 2019 (15:27 IST)
મનુષ્યના જીવનમાં માન સન્માનનુ ખૂબ મહત્વ છે. દરેક વ્યક્તિને માન-સન્માન મેળવવાની આકાંક્ષા હોય છે. મનુષ્યને પોતાની પ્રતિષ્ઠા બનાવવામાં વર્ષો લાગી જાય છે. અપયશની સ્થિતિનો કોઈપણ સામનો કરવા માંગતુ નથી. સમાજમાં પ્રતિષ્ઠા બની રહે અને સતત તેમા વૃદ્ધિ થાય આ માટે વાસ્તુમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે. આવો જાણીએ તેના વિશે.. 
 
સવારે સ્નાન કરતી વખતે જળમાં ગોળ, સોનાની કોઈ વસ્તુ, હળદર, મધ, ખાંડ, મીઠુ, પીળા ફુલ વગેરેમાંથી કોઈપણ એક વસ્તુ નાખીને સ્નાન કરો. આવુ કરવાથી ગુરૂ દોષની શાંતિ થાય છે અને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે.  સવારે સ્નાન કરી તાંબાના પાત્રમાં જળ ભરીને ભગવાન સૂર્યને અર્ધ્ય આપો. દુર્ગા સપ્તશતીના દ્વાદશ અધ્યાયનો નિયમિત પાઠ કરવાથી મનુષ્યની સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે.  રોજ પક્ષીઓને દાણા ખવડાવો. આવુ કરવાથી પણ સન્માનમાં વૃદ્ધિ થાય છે.  
 
રાત્રે સૂતી વખતે તમારા પલંગ નીચે એક વાસણમાં થોડુ પાણી મુકી લો અને સવારે આ પાણીને ઘરની બહાર નાખી દો. આવુ કરવાથી મિથ્યા લાંછન કે અપમાનની સ્થિતિથી હંમેશા બચાવ થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર