Vastu મુજબ ધરમાં આ રીતે દીવાલ ઘડિયાળ લગાડવાથી બદલાય છે કિસ્મત

મંગળવાર, 13 જૂન 2017 (13:21 IST)
વાસ્તુશાસ્ત્રનું ક્ષેત્ર એટલું વિસ્તૃત છે કે તેમા દરેક વસ્તુનું વિશેષ મહત્વ બતાવ્યું છે જેનું રોજ આપણા દૈનિક જીવનમાં કામ પડે છે. જેમા ઘરની સ્થિતિ, દિશાઓનું વિશેષ ધ્યાન અને કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ તેના વિશે આપણે વાસ્તુશાસ્ત્ર દ્વારા રીતે જાણી શકીએ છીએ. તમે જાણતા હશો કે વાસ્તુની અસર આપણા જીવનમાં ખૂબ ઊંડી પડે છે. તેથી હમેશાથી જ વાસ્તુનો ધ્યાન રાખવાની સલાહ અપાય છે. કઈક એવું જ ઘરમાં દીવાલ ઘડીયાળ લગાડવાથી પણ થાય છે, કારણકે જો તમે દીવાલ ઘડીયાલને ખાસ જગ્યા પર લગાવો છો તો તે બહુ સકારાત્મક પ્રભાવ નાખે છે કહેવાય છે કે વાસ્તુ શાસ્ત્ર મુજબ દીવાલ ઘડીયાલ તમારા ખરાબ સમયને સારા સમયમાં બદલી શકે છે. તો આવો જાણીએ દીવાલ ઘડીયાલ સાથે સંબંધિત કેટલાક એવા તથ્ય જે વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા છે.  
1.  વાસ્તુ મુજબ દીવાલ ઘડીયાળને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ, કારણકે તેનાથી ઘરના પ્રધાનની તબીયત પર ખરાબ અસર પડે છે. 
 
2. બારણા ઉપર ઘડીયાળ લટકાવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં તનાવ આવે છે. 
 
3. ઘરમાં ભૂલથી પણ ખરાબ કે બંદ ઘડીયાલ  નહી મૂકવી જોઈએ. તેનાથી નેગેટિવિટી આવે છે અને વિચારોમાં પણ નકારાત્મકતા આવે છે. 
 
4. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પેંડૂલમ વાળી ઘડીયાલ લગાવવી શુભ હોય છે તેનાથી માણસની તરક્કીના દ્વાર ખુલે છે. 


5. વાસ્તુ મુજબ પેંડુલમ વાળી ઘડીયાળને ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશામાં લગાવવી સૌથી શુભ હોય છે. 
 
6. વાસ્તુમાં ઘડીયાળના આકાર-પ્રકાર વિશે પણ વાત જણાવવામાં  આવ્યુ છે. વાસ્તુ મુજબ ઘડીયાળનો આકાર ગોળાકાર કે ચોરસ હોવો જોઈએ, કહેવાય છે કે તેનાથી ઘરમાં પ્રેમ અને શાંતિ આવે છે સાથે તેનાથી ઘણા સકારાત્મક પ્રભાવ પણ પડે છે. 
 
આથી ઘડીયાળને વાસ્તુ મુજબ જ લગાડવી જોઈએ તો તમારા જીવન પર પણ સકારાત્મક પ્રભાવ પડશે
 

વેબદુનિયા પર વાંચો