ઘરના દિશા દોષ થશે દૂર, વાસ્તુ બોલશે તથાસ્તુ !

મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (14:41 IST)
એવુ કહેવાય છે કે જે ઘરમાં તમે રહો છો એ ઘરનુ વાસ્તુ દેવતા તમારા દ્વારા બોલેલ દરેક વાક્ય પછી 'તથાસ્તુ' કહે છે. એવુ કહેવાય છે કે ઘરમાં ક્યારેય અપશબ્દનો પ્રયોગ ન કરો. ઘરમાં સદૈવ સકારાત્મક વાત કરો. તેનાથી શાંતિ વધવા ઉપરાંત ઘરના લોકોનો સકારાત્મક વિકાસ થાય છે. 
 
- ફેંગશુઈની માન્યતા મુજબ ઘરમાં સકારાત્મક ઉર્જા માટે મધુર ઝંકાર આપનારી વસ્તુને ઘરના પ્રવેશ દ્વાર પર ટાંગી શકો છો. એ વાંસને પણ હોઈ શકે છે. જેમાં પાચથી વધુ દંડીઓ હોવી જોઈએ. (જેવી કે ફેંગશુઈ બેલ) 
 
- મધુર સંગીત ઉત્પન્ન કરનારી ઘડિયાળ ઘરમાં ઉર્જાનું સંતુલન બનાવે છે. આવામાં ઘડિયાળ ઘરની બહાર કે ગેલેરીમાં ન લગાવવી જોઈએ. 
 
- ભગવાનના ફોટા રહેઠાણ અને વ્યવસાયિક સ્થાન બંને જગ્યાએ મુકવા જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
 
- અઠવાડિયાના કોઈ એક દિવસ ઘરની સાફ સફાઈ કર્યા પછી એક બાલ્ટી પાણીમાં થોડી ખાંડ અને દૂધ નાખીને કુશથી તેનો છંટકાવ આખા ઘરમાં કરો. છેવટે બાકી બચેલા પાણીને દરવાજાની બંને બાજુ થોડુ થોડુ નાખી દો. તેનાથી વાસ્તુ શુદ્ધિ થાય છે. તેના બદલે ગંગાજળ કે ગૌમૂત્રનો છંટકાવ કરી શકો છો. 

વેબદુનિયા પર વાંચો