Vastu for Clock - આ દિશામાં ભૂલથી પણ ન લગાવશો દિવાલ ઘડિયાળ, થઈ શકે છે પરેશાની

મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (12:06 IST)
clock vastu tips
મોબાઈલ ફોન હોવા છતા ઘરની વોલ ક્લોકે પોતાનુ આકર્ષણ મૂલ્યને કાયમ રાખ્યુ છે. સમયનુ ધ્યાન રાખવામાં સહેલાઈ અને સજાવટમાં જે સુંદરતા જોડાય છે તે પૂરણીય છે. ઘડિયાળના મામલે દરેક કોઈ માટે પોતાની પસંદનો વિકલ્પ પસંદ કરવા માટે પૂરતો વિકલ્પ છે. પણ તમે કોઈપણ સમય પસંદ કરો, ઘડિયાળ પર લાગૂ થનારો વાસ્તુ શાસ્ત્રનો નિયમ એ જ રહે છે. આ દિવાલ ઘડિયાળ વાસ્તુ  નિયમ ઘરમાં નકારાત્મક ઉર્જાને ઓછુ કરવા અને સકારાત્મક ઉર્જા વધારવા માટે દિવાલ ઘડિયાળ માટે યોગ્ય દિશા નિર્ધારિત કરે છે.  દિવાળ ઘડિયાળ લગાડવા માટે અહી કેટલીક વાસ્તુ ટિપ્સ આપી છે. 
 
આદર્શ દિશા - દિવાલ ઘડિયાળ લગાવવા માટે આદર્શ દિશા ઉત્તર કે પૂર્વની દિવાલ છે. આ દિશાઓને શુભ માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે આ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. 
 
દક્ષિણ અને પશ્ચિમ દિશાથી બચો 
સામાન્ય રીતે દક્ષિણ અને પશ્ચિમની દિવાલો પર દિવાલ ઘડિયાળ લગાવવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિશાઓ સમયને નુકશાન પહોંચાડે છે અને ઘરમાં ઉર્જાના સકારાત્મક પ્રવાહને અવરોધી શકે છે. 

ઘડિયાળની ઊંચાઈ 
દિવાળ ઘડિયાળને યોગ્ય ઊંચાઈ પર લડકાવવી જોઈએ. આદર્શ રૂપથી  જ્યારે તમે બેસવાની સ્થિતિમાં હોય તો આ આંખોના લેવલ પર હોવી જોઈએ. ઘડિયાળ ખૂબ નીચે કે ખૂબ ઉપર મુકવાથી બચો. 
 
દક્ષિણાવર્ત ગતિ - ઘડિયાળને દક્ષિણાવર્ત દિશામાં ફરવી જોઈએ.  એવુ કહેવાય છે કે આ જીવનમાં પ્રગતિ અને આગળ વધવાનુ પ્રતિક છે. વામાવર્ત કે અનિયમિત ટિકટિક કરનારી ઘડિયાળના ઉપયોગ કરવાથી બચો. 
 
કોઈ તૂટેલી કે બંધ પડેલી ઘડિયાળ લગાવશો 
 
પોતાના ઘરમાં તૂટેલી કે બંધ પડેલી ઘડિયાળ મુકવાથી બચો. તેને અશુભ માનવામાં આવે છે અને આ નકારાત્મક ઉર્જા લાવી શકે છે. 
 
બેડરૂમમાં ઘડિયાળની યોગ્ય દિશા પસંદ કરો 
બેડરૂમમાં ખાસ કરીને પથારી તરફ મોઢુ કરીને, દિવાલ ઘડિયાળ લગાવવાનો પ્રયત્ન થાય છે. જો તમારા બેડરૂમમાં ઘડિયાળ છે તો તેને એવા સ્થાન પર મુકો જ્યાથી તે પથારીમાંથી ડાયરેક્ટ દેખાય નહી. 
 
સ્વચ્છ અને સુવ્યવસ્થિત 
તમારી દિવાલ ઘડિયાળને સ્વચ્છ અને સુવ્યવસ્થિત મુકો. ઘડિયા પર લાગેલી ધૂળ અને ગંદકી સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં અવરોધ નાખી શકે છે. 
 
પોઝીટીવ રંગોનો ઉપયોગ કરો 
એવા રંગોવાળી દિવાલ ઘડિયાળ પસંદ કરો  જે સુખદાયક અને સકારાત્મક હોય. ડાર્ક અને ફીક્કા રંગોથી બચો. કારણ કે તે રૂમની સમગ્ર ઉર્જાને નુકશાન પહોચાડી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર