15 Gujarati Vastu Tips : આ 15 વાસ્તુ ટિપ્સ અપનાવશો તો તમારા ઘરમાં થશે ધનવર્ષા

બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (09:22 IST)
vastu tips
Gujarati Vastu Tips - માણસ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે જેથી તેનું જીવન આરામદાયક વીતી શકે. આ માટે તે સવારથી રાત સુધી ઘરની બહાર જ રહે છે. વ્યક્તિને તેના ઘરમાં જ શાંતિ અને સુખ મળે છે. ઘરે પહોંચતા જ બધો થાક દૂર થઈ જાય છે. પણ  જો ઘરમાં વાસ્તુ સંબંધિત દોષ હોય તો ઘરમાં સુખ-શાંતિ રહેતી નથી અને પૈસા ટકતા નથી. તો ચાલો જાણીએ વાસ્તુની કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ. 
 
1- વાસ્તુમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. તેથી ઘરમાં તુલસીનો છોડ લગાવો. આ ઉપરાંત  તુલસીના પાનનું નિયમિત સેવન તમને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. તુલસીના ઔષધીય ગુણોને કારણે ઘરના વાતાવરણમાં હંમેશા તાજગી બની રહે છે.
 
2- વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. કારણ કે આ દિશામાં સૂર્યના કિરણો સૌથી વધુ પ્રવેશે છે. આ ઉપરાંત ભોજન પૂર્વ તરફ મોઢું કરીને જ ખાવું જોઈએ.
 
3- વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. તેથી રાત્રે સૂતી વખતે વ્યક્તિનું માથું હંમેશા દક્ષિણ દિશામાં મુકીને સુવું  જોઈએ. દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી પાચન સંબંધી તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે.
 
4- અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ, તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
 
5- મુખ્ય દરવાજામાંથી જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, તેથી ઘરના પ્રવેશદ્વારને હંમેશા ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો જેટલો સ્વચ્છ અને સુંદર હશે તેટલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધી જશે. સ્વસ્તિક, ઓમ, શુભ લાભ જેવા શુભ ચિહ્નોનો ઉપયોગ જરૂર કરો અને મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ પણ લગાવો.
 
6- ઘરમાં પૂજા રૂમમાં દેવી-દેવતાઓની વધુ પડતી મૂર્તિઓ કે ચિત્રો ન મુકો. એક જ ભગવાનની અનેક મૂર્તિઓ ન હોવી જોઈએ અને બેડરૂમમાં ભગવાનની કોઈ તસવીર ન હોવી જોઈએ.
 
7- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. જો આ શક્ય ન હોય તો સ્વસ્તિકનો અભિષેક કરીને મુખ્ય દરવાજા પર સ્થાપિત કરવું જોઈએ.
 
8- વાસ્તુશાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનું પણ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખુલવી જોઈએ અને ખોલતી વખતે અને બંધ કરતી વખતે બારી-બારણાંનો  અવાજ ન થવો જોઈએ.
 
9- દેવી-દેવતાઓની મૂર્તિઓ ક્યારેય નૈત્ય ખૂણામાં ન મુકવી જોઈએ, તેનાથી કામમાં મુશ્કેલી આવે છે. આ ઉપરાંત ઘરમાં ક્યારેય બિનજરૂરી વસ્તુઓ, તૂટેલું ફર્નિચર, કચરો અને ઈલેક્ટ્રીકલ વસ્તુઓ જમા ન કરવી જોઈએ.
 
10- ધન વધારવા માટે તિજોરીનું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘરના દરેક ભાગમાં પ્રકાશ થવો જોઈએ.
 
11- ઘરની દક્ષિણ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ. અરીસો હંમેશા પૂર્વ કે ઉત્તર દિવાલ પર લગાવવો શુભ માનવામાં આવે છે.
 
12- ઘરના ખૂણામાં ક્યારેય કરોળિયાના જાળા ન થવા જોઈએ નહીંતર રાહુ ખરાબ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે.
 
13 - ઘરમાં મહાભારત, યુદ્ધ, ઘુવડ, વહેતા ધોધની તસવીરો ક્યારેય ન લટકાવવી જોઈએ. તેનાથી ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થાય છે.
 
14- ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ અને સીડીની નીચે સ્ટોર રૂમ કે બાથરૂમ ન હોવો જોઈએ.
 
15 - દિવાલ અથવા છત પર કોઈ તિરાડો અથવા ભેજ ન થવો જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર