Ganesh Chaturthi- ગણપતિ મૂર્તિ ખરીદતા પહેલા જાણી લો આ વાત
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (17:47 IST)
Ganesh Chaturthi- ગણેશ ચતુર્થીનો તહેવારમાં હવે 9 દિવસ જ બાકી છે. દેશભરમાં આ તહેવાર ધૂમધામથી ઉજવવાની તૈયારી જોરો પર છે. આમ તો મુખ્ય રૂપથી આ તહેવાર મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઉજવાય છે. પણ હવે બાપ્પાના ભક્ત દેશભરમાં ગણેશ ચતુર્થી મનાવે છે. આ ઉપલક્ષ્યમાં ઘર ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. તો આવો જાણીએ બજારમાંથી મૂર્તિ ખરીદતી વખતે કંઈ વાતોનુ રાખશો ધ્યાન
આ અવસ્થા છે એકદમ શુભ - આમ તો ભગવાન ગણપતિની ઉભી મૂર્તિ, નૃત્ય કરતી મૂર્તિ આરામ કરતી જેવી અનેક અવસ્થાઓની મૂર્તિઓ બજારમાં મળી જાય છે. પણ ઘર માટે સૌથી શુભ કહેવાય છે બેસેલા ગણપતિ.. આવી મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં સ્થાયી ધન લાભ થાય છે અને બરકત પણ કાયમ રહે છે. ઓફ્સિ માટે ઉભા ગણપતિની પ્રતિમાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સફળતા અને વિકાસની સૂચક માનવામાં આવે છે.
આવી હોવી જોઈએ સૂંઢ - એક વાત હંમેશા યાદ રાખજો કે ગણપતિની મૂર્તિમાં સૂંઢ ડાબી બાજુ વળેલી હોવી જોઈએ. આવી મૂર્તિને જ વક્રતુંડ માનવામાં આવે છે.
મૂષક અને મોદક - ગણેશજીનુ વાહન ઉંદર હોય છે અને મોદક તેમને અતિપ્રિય છે. તેથી બાપ્પાની મૂર્તિ પણ એવી હોવી જોઈએ જેમા બંને વસ્તુનો સમાવેશ હોય.
આવી હોવી જોઈએ બાપ્પાની મૂર્તિ - આમ તો ઘરે માટીના ગણેશજીની મૂર્તિ બનાવીને તેને સ્થાપિત કરવા સૌથી શુભ હોય છે. પણ આવુ શક્ય ન હોય તો બજારમાંથી એવી મૂર્તિ ખરેદો જેમા કેમિકલનો પ્રયોગ ન હોય. ઘાતુની બનેલી મૂર્તિઓ પણ શુભ માનવામાં આવે છે.
મૂર્તિનો રંગ આવો હોવો જોઈએ - ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે તેનો રંગ પણ મહત્વ ધરાવે છે. સફેદ રંગની કે પછી સિંદૂરી રંગની મૂર્તિ સૌથી શુભ માનવામાં આવે છે. તેનાથે ઘરમાં સુખ શાંતિ રહેવા સાથે જ બધી મનોકામના પણ પૂર્ણ થાય છે.
મૂર્તિનો રંગ આવો હોવો જોઈએ - ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે તેનો રંગ પણ મહત્વનો છે. સફેદ રંગને કે પછી સિંદૂરી રંગની મૂર્તિ સૌથી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ રહેવા ઉપરાંત બધી મનોકામના પણ પૂરી થાય છે.
મુખ્ય દ્રાર માટે આવા હોવા જોઈએ ગણેશજી - ઘરનો વાસ્તુ દોષ મટાડવા માટે મેનગેટ પર ભગવાન ગણેશજીની પ્રતિમા મેનગેટના બંને બાજુ લગાવવી જોઈએ. અર્થાત જે આકારની મૂર્તિ તમારા મેન ગેટની ઉપરની બાજુ લગાવી છે એવી જ મૂર્તિ ઠીક એ જ સ્થાન પર ગેટની અંદરની બાજુ લગાવવી જોઈએ. તેનુ કારણ એ છે કે ગણપતિ સામે ક્યારેય કોઈ ખરાબ શક્તિ અને નકારાત્મક ઉર્જા ટકી શકે નહી અન તેમની પીઠની તરફ જતી રહે છે. તેથી બંને મૂર્તિ એ રીતે લગાવો કે ગણપતિની પીઠ પરસ્પર મળતી હોય.