વાસ્તુદોષ - આ કારણોથી હંમેશા રહે છે ધનની કમી

સોમવાર, 28 જાન્યુઆરી 2019 (17:27 IST)
વાસ્તુદોષ ઘરમાં હંમેશા બીમારીઓ, તનાવ અને ધનની કમીનુ કારણ બની શકે છે. આ બધાને કારણે તમે પરેશાન રહેવા માંડો છો અને તમારા લક્ષ્યમાં ફોકસ નથી કરી શકતા. આ જ કારણ છે કે પરિવારના સભ્યોને ધનની હાનિ થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ થઈ જાય છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં પણ કેટલીક આદતો વિશે બતાવ્યુ છે જેમા મહાલક્ષ્મીની કૃપા મળતી નથી. તમારી આ પ્રકારની આદતોમાં સુધાર કરીને તમે તમારા ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવી શકો છો. 
 
મોતાનુ અપમાન કરવુ - જે ઘરમાં વડીલોનુ અપમન થાય છે અને તેમની સાથે ખરાબ વ્યવ્હાર કરાય છે એ લોકોનેમા લક્ષ્મીની કૃપા મળતી નથી. શાસ્ત્રોમાં કહેવાયુ છેકે વડીલોનુ સન્મન કરનારાઓને જીવનમાં હંમેશા ઉન્નતિ મળે છે. પણ જે લોકો વડીલો સાથે ખોટો વ્યવ્હાર કરે છે એવા લોકો હંમેશા જીવનમાં પરેશાનીઓનો સામનો કરતા રહે છે. 
 
રસોડુ ગંદુ રાખવુ -  જે લોકોનુ રસોડુ ગંદુ રહે છે એ લોકોની કુંડળીમાં ગ્રહ દોષ હોય છે.  એવુ કહેવાય છે કે રસોડાને સ્વચ્છ રાખવુ જોઈએ અને રાત્રે એંઠા વાસણ ન છોડવા જોઈએ. તેનાથી ઘરમાં બરકત આવે છે. 
 
બેડ પર ગંદી ચાદર અને અવ્યવસ્થિત પથારી - જો ઘરનુ બેડ હંમેશા અવ્યવસ્થિત રહે છે અને ચાદર ગંદી રહે ચ હે તો એવુ કહેવાય છે કે ઘરમાં વાસ્તુ દોષ આવી જાય છે. જેને કારણે ઘરમાં તનાવ તો રહે જ છે સાથે જ ઘરમાં બરકત પણ થતી નથી. 
 
આમ તેમ ફેકાયેલા જૂતા - જૂતાને ઘરમાં આમ તેમ ન ફેંકવા જોઈએ. આ ઉપરાંત બહારના જૂતાને ઘરમાં ન પહેરવા જોઈએ. ઘરમાં પહેરવા માટે જુદા ચંપલ હોવા જોઈએ. એવુ કહેવાય છે કે બહારના ચંપલ ઘરમાં પહેરવાથી વાસ્તુ દોષ આવે છે. આ ઉપરાંત ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઘરમાં પૈસાની કમી થવા માંડે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર