ઘરમાં આ જગ્યાઓ પર રાખવી વાંસળી, મળશે આ 5 ફાયદા

શુક્રવાર, 7 એપ્રિલ 2017 (13:58 IST)
ભગવાન કૃષ્ણને પ્રિય છે વાંસળી. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ તેને હમેશા તેમની સાથે રાખતા હતા. વાંસળીથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર હોય છે. તેનાથી ઘરમાં ધનનો આગમન વધે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. વાસ્તુ મુજબ માનીએ તો તેને જો ઘરમાં યોગ્ય જગ્યા પર રખાય યો ઘરમાં ક્યારે પણ ધનની કમી નહી હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે વાંસળીના એવા જ ઉપાયો વિશે.... 
- ઘરના મુખ્ય બારણાની પાસે પીળી રંગની વાંસળી મૂકવી જોઈએ. કહેવાય છે કે તેનાથી પરિવારના લોકોને વ્યાપાર, નોકરીમાં લાભ હોય છે. 
 
- જો પરિવારના સભ્યોના બનતા કામ બગડી જાય તો ઘરમાં હમેશા મોરપંખ લાગેલી વાંસળી રાખવી જોઈએ. તેનાથી જે પણ અટકાયેલું કામ છે એ બની જશે. 
 
- ઘરમાં બાળકો અને ખાસ કરીને વાંચતા બાળકોના રૂમમાં સફેદ રંગની વાંસળી રાખવી જોઈએ. 
 
- પતિ-પત્નીના રૂમમાં લીલા રંગની વાંસળી છુપાવીને રાખવી જોઈએ. કહેવાય છે કે તેનાથી પતિ-પત્નીમાં પ્રેમ વધે છે. 

વેબદુનિયા પર વાંચો