વાસ્તુ ટિપ્સ - ઘરમાં હંમેશા લડાઈ-ઝગડા થતા હોય તો અપનાવો આ ટિપ્સ

બુધવાર, 13 જૂન 2018 (15:25 IST)
ઝગડો કેવો પણ હોય તેનુ પરિણામ ઘાતક જ હોય છે. એવુ કહેવાય છે કે જ્યા કલેશ હોય છે ત્યા મા લક્ષ્મીનો વાસ રહેતો નથી. ક્યારેક પરિવારમાં એવી સ્થિતિ આવી જાય છે કોઈ સમસ્યા ઝગડાનું સ્વરૂપ લઈ લે છે. તમામ સુખ સુવિદ્યાઓ, સંપન્નતા હોવા છતા પણ ક્લેશ દૂર નથી થતો નથી. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે જે તમારા જીવનમાંથી ક્લેશને હંમેશા માટે દૂર કરી દેશે. આવો જાણીએ તેના વિશે.. 
 
-  ભગવાન વિષ્ણુને સુખી જીવન માટે પ્રાર્થના કરો 
- સાંજે ઘરમાં દિવો પ્રગટાવો અને આરતી કરો 
- હનુમાનજીનુ ધ્યાન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો 
- શિવલિંગ પર જળાભિષેક કરો 
- ઘરમાં તુલસીનો છોડ લગાવો. 
- પૂજા પછી ઘરમાં શંખનાદ કરો. આવુ કરવાથી આખા ઘરમાં શાંતિ વ્યાપ્ત થઈ જશે.  ગાયત્રી મંત્રનો જાપ કરો. 
- રોજ પૂજામાં કપૂરનો પ્રયોગ કરો. 
- ઘરમાં ક્યારેય ઊંચી અવાજમાં વાત ન કરો. 
- ઘરમાં વાસણોના પડવાનો કે પટકવાનો અવાજ ન આવે. 
- બહારથી ઘરમાં આવો તો ખાલી હાથ ન આવો. સફેદ રંગની મીઠાઈ લઈને આવો અને પરિવાર  સાથે વહેંચીને ખાવ. 
-ઘરના ફર્શ પર મીઠુ ભેળવેલ પાણીનુ પોતુ લગાવો અને ત્યારબાદ અગરબત્તી પ્રગટાવો 
- શુક્રવારે પત્નીને ઈત્ર ભેટમાં આપો. રસોડામાં ભોજન બનાવતી વખતે મનમાં પ્રેમ ભાવના રાખો. 
- એંઠા વાસણ મોડા સુધી પડેલા ન રહેવા દો. ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવશો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર