દિવાળીમાં તમે પણ જપો આ સાત મંત્ર જલ્દી બની શકો છો ધનવાન

શનિવાર, 21 ઑક્ટોબર 2017 (00:03 IST)
દરેક માણસની જેમ તમે પણ ઈચ્છો છો કે તમે પણ ખૂબ ધનવાન  બની જાઓ ,ક્યારે પણ જરૂર હોય ત્યારેતમને ધનની અછતના સામનો કરવો ના પડે તમારી આ ચાહત પૂરી થઈ શકે છે પણ એ માટે તમારે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ધન વૃદ્ધિ કરવાના સિદ્ધ મંત્રો અને સૂક્તોના પાઠ કરવા પડશે. એનાથી તમે જે પણ કામ કરી કરી રહ્યા છો એમાં ઉન્નતિ થશે અને ધન આગમનમાં આવતી મુશકેલીઓ દૂર થશે તો આવો જાણીએ  એ ક્યાં મંત્ર અને સૂક્ત છે જે તમને ઓછા સમયમાં ધનવાન બનાવી શકે છે. 
 
દેવી લક્ષ્મી ધનની દેવી છે અને જે ઘરમાં લક્ષ્મીની કૃપા હોય છે તે ઘરમાં સદા ધન દૌલતની વૃદ્ધિ થતી રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જ્યાં નિયમિત દેવી લક્ષ્મીના સૂત "શ્રી સૂક્ત " ના પાઠ કરાય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. જે પણ શ્રી સૂક્તના સવારે સાંજે પાઠ કરે છે તેને ક્યારે પણ ધનની કમી નહી સતાવે અને ધનની અછતથી એના કોઈ કામ નહી અટકે. . 
 
ૐ શ્રી ૐ હ્રી ક્લીં શ્રી ક્લીં વિત્તેશ્વરાય નમ: . આ ભગવાનના ખજાનચી એટલે કે કોષાધ્યક્ષ કુબેર થી 16 અક્ષરોવાળા સિદ્ધ મંત્ર છે. નિયમિત એના જપથી અચાનક ધનના લાભ મળતા રહે છે. 
 
વિષ્ણું પુરાણમાં દેવી લક્ષ્મીની એક સ્તુતિ છે. આ સ્તુતિ દેવરાજ ઈન્દ્રએ તે સમયે કરી હતી જ્યારે દેવી સાગર  મંથનથી ઉતપન્ન થઈ હતી. વિષ્ણું પુરાણમાં ઉલ્લેખ કર્યો છે કે ઈન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થઈને દેવી લક્ષ્મીએ તેને વરદાન આપ્યું હતું . જે માણસ  નિયમિત આ સ્તુતિના પાઠ કરશે. તેના ઘરમાં હું  સદૈવ રહીશ અને તેણે ક્યારે પણ ધનની કમી નહી રહે તો તમે પણ ઈન્દ્ર દ્વારા કરેલ લક્ષ્મી સ્તુતીના પાઠ કરો. 
 
ચાર વેદમાં સૌથી પ્રાચીન વેદ છે ઋગવેદ.  આ વેદમાં ધન પ્રાપ્તિનો  એક સિદ્ધ મંત્ર આપ્યો  છે . આ મંત્રને ધન વૃદ્ધિ કરનાર સૌથી પ્રાચીન મંત્ર ગણાય છે. તમે પણ આ મંત્રનો  નિયમિત જાપ કરી શકો છો.

ૐ ભૂરિદા દેહિનો મા દભ્રં ભૂર્યા ભર ભૂરિ ઘેદિન્દ્ર દિતસસિ ૐ ભૂરિદા ત્યસિ શ્રૂત પુરૂત્રા શૂર વૃત્રહન  આ નો ભજ્સ્વ રાધશિ.
 
ધન સંબંધી મુશ્કેલીઓને દૂર કરવામાં કુબેર મહારાજનો  એક નાનો મંત્ર ૐ વૈશ્રવણાય સ્વાહા . પણ કારગર છે. આ મંત્રનો  નિયમિત 108 વાર જપ કરશો તો ધન આગમનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને તમે આર્થિક મુશ્કેલીઓથી રાહત અનુભવશો. 



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર