વાસ્તુ શાસ્ત્ર - ઘરમાં આ વિશેષ સ્થાન પર તુલસીનો છોડ લગાવવાથી વધે છે સુખ-સમૃદ્ધિ, લક્ષ્મીની રહે છે કૃપા

મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (14:36 IST)
હિન્દુ ધર્મમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવાનુ વિશેષ મહત્વ છે. તેને માતાલક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. માન્યતા મુજબ તુલસી ખરાબ પ્રભાવથી આપણી રક્ષા કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. પણ વાસ્તુ શસ્ત્ર અનુસાર તુલસીને જો ઘરમાં ખાસ સ્થાન પર લગાવવામાં અવે તો તેનો શુભ પ્રભાવ વધી જાય છે જેનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં પણ છે. 
 
મેન ગેટ સામે લગાવો તુલસીનો છોડ 
 
ઘરના આંગણમાં તુલસીનો છોડ દરવાજાની બરાબર સામે લગાવવો જોઈએ.  આ સ્થાન પર તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી. 
 
રોજ ચઢાવો જળ  
 
વિષ્ણુપુરાણ મુજબ જો મુખ્ય દરવાજા સામે લગાવવામાં આવેલ તુલસીના છોડને રોજ સવારે જળ ચઢાવવાથી અને સાંજે તેની સામે ઘી નો દીવો લગાવવાથી ઘરની સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. 
 
વાસ્તુ દોષ દૂર કરવા માટે 
 
- જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં તુલસીનો છોડ લગાવવાથી દોષનુ નિવારણ થઈ જાય છે. 
- જો ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ છે તો ઘરના ઉત્તર પૂર્વી ખૂણામાં તુલસીનો છોડ લગાવવાથી દોષનુ નિવારણ થઈ જાય છે. 
- વાસ્તુશાસ્ત્રમાં ઘરના આ ખૂણાને સકારાત્મક ઉર્જાનુ કેન્દ્ર માનવામાં આવ્યુ છે. આ ખૂણાને જેટલુ સ્વચ્છ રાખવામાં આવશે એટલો ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે. 
 
તુલસી દેવીને માનવામાં આવે છે લક્ષ્મી માતાનો અવતાર 
 
- પુરાણોમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવે છે. માન્યતા છે કે શ્રીહરિએ છળ દ્વારા તુલસીનુ વરણ કર્યુ હતુ. 
- તેથી શ્રીહરિને પત્થર થઈ જવાનો શ્રાપ મળ્યો અને શ્રીહરિએ શાલિગ્રામનુ રૂપ લીધુ. શાલિગ્રામ રૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર સ્વીકાર નથી કરવામાં આવતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર