સૂતાં ભાગ્ય જગાડે , ખાલી તિજોરી ભરે

શુક્રવાર, 20 મે 2016 (09:54 IST)
ભંડાર ઘરમાં ઘરના અનાજ સહજીને રખાય છે જેથી જરૂરત પડતા બજારની તરફ ન દોડવું પડે. ભંડાર ઘરને સાફ સુથરા અને સ્વચ્છ રાખો જેથી એમાં અન્નપૂર્ણના વાસ થઈ શકે અને ઘરમાં હમેશા એમની કૃપા બની રહે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના સ્થાન અને વસ્તુઓના રખરખાવ માટે થોડા ઉપાય આપી રહ્યા છે. 
 
* ઘરમાં સમૃદ્ધિ જાણવી રાખવા માટે ભંડાર ઘરમાં ડિબ્બાને કયારે પણ ખાલી ના રાખો. જ્યારે પણ કોઈ ડિબ્બા પૂર્ણ રૂપથી ખાલી થઈ જાય એમાં થોડા અનાજ બચાવીને રાખી દો. 
 
* ભંડાર ઘરમાં ઘી, તેલ , ઘાસલેટ અને ગૈસ સિલેંડર વગેરેને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. 
 
* ભંડાર ઘરમાં શ્રીવિષ્ણુ અને દેવી લક્ષ્મીના ચિત્ર કે પ્રતિમા જરૂર લગાવો . આકું કરવાથી ઘરમાં ક્યારે પણ અનાજ અને ધનની અછત નહી થાય. 
 
* રોજમર્રાના ખાદ્યને ભંડાર ઘરના ઉત્તર પશ્ચિમી ભાગમાં રાખો. 
 
* આગ્નેય કોણમાં ભંડાર ઘરના નિર્માણ આર્થિક તંગી ઉતપન્ન કરે છે.
 
* ભંડાર ઘર દક્ષિણ દિશામાં હોય તો ઘરમાં કલેશના વાતાવારણ બન્યા રહે છે.  
 
* ભંડાર ઘરના ઉતર પૂર્વમાં જળથી ભરેલો પાત્ર રાખવાથી પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે. 
 
* ભંડાર ઘરની સ્ટોરેજ કેબિનેટ પશ્ચિમી અને ઉત્તરી દિશામાં બનાવો. ભંડાર ઘરના બારણા દક્ષિણ -પશ્ચિમ ખૂણામાં ન બનાવીને બીજા કોઈ પણ દિશામાં બનાવી શકો છો. 
 
* ભંડાર ઘરમાં ક્યારે પણ ફાલતૂ અને રદ્દી વસ્તુઓના વધારે દિવસ ભંડારણ ના કરો. 
 
ઉપરોકત વાસ્તુ નિયમ અજમાવવાથી સૂતેલા  ભાગ્ય જગાડે  , ખાલી તિજોરી ભરે છે અને ખુશહાલીની વર્ષા થાય છે. 

વેબદુનિયા પર વાંચો