પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવએ જ બાળકોના શિક્ષણની શરૂઆત કરવામાં આવતી હતી. આજે પણ આ પરંપરા છે. મા સરસ્વતી જ્ઞાન-વિજ્ઞાન, કલા, સંગીત અને શિલ્પની દેવી છે. આ દિવસે મા સરસ્વતીની આરાધના જરૂર કરો. સવારે સ્નાન કરી પીળા કે સફેદ વસ્ત્ર ધારણ કરો. મા સરસ્વતીને પીળા અને સફેદ ફુલ અર્પિત કરો.
- પૂજા કરતી વખતે મા સરસ્વતીની મૂર્તિ સાથે શ્રી ગણેશની મૂર્તિ જરૂર મુકી દો. પુસ્તકો, કલમ, વાદ્ય યંત્ર વગેરેને મા સરસ્વતીના સમક્ષ મુકો.