વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati
રવિવાર, 19 જાન્યુઆરી 2020 (00:24 IST)
આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. પુરાતન યુગમાં આ દિવસે સ્રાજા સામંતો સાથે હાથી પર બેસીની નગર ભ્રમણ કરતા મંદિરમાં પહોંહતા હતા. ત્યા વિધિપૂર્વક કામદેવની પૂજા કરાઅમાં આવતી હતી અને દેવતાઓપર અન્નની કૂંપળો ચઢતી હતી.
વસંત પંચમી પર આપણા પાક, ઘઉં, ચણા, જવ વગેરે તૈયાર થઈ જાય છે. તેથી તેની ખુશીમાં આપણે વસંત પંચમીનો તહેવાર ઉજવીએ છીએ. સંધ્યા સમયે વસંતનો મેળો લાગે છે જેમા લોકો પરસ્પર એકબીજાના ગળે ભેટીને પરસ્પર સ્નેહ, મેળાપ અને આનંદનુ પ્રદર્શન કરે છે. ક્યાક ક્યાક વસંતી રંગની પતંગો ઉડાવવાનો કાર્યક્રમ ખૂબ જ રોચક હોય છે. આ તહેવાર પર લોકો વસંતી કપડા પહેરે છે અને વસંતી રંગનુ ભોજન કરે છે અને મીઠાઈઓ વહેંચે છે.
ઋતુરાજ વસંતનુ ખૂબ મહત્વ છે. તેની છટા નિહાળીને જડ ચેતન બધામાં નવજીવનનો સંચાર થાય છે. બધામાં અપૂર્વ ઉત્સાહ અને આનંદની તરંગો દોડવા માંડે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આ ઋતુ ખૂબ મોટી છે.યોગ્ય છે. આ ઋતુમાં સવારે ભ્રમણ કરવાથી મનમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફ્રૂતિ આવે છે. સ્વસ્થ અને સ્ફૂર્તિદાયક મનમાં સારા વિચાર આવે છે. આ જ કારણ છે કે આ ઋતુ પર બધા કવિઓએ પોતાની કલમ ચલાવી છે.
વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પ્રથા છે. જો કે આજે શહેરોમાંથી તે લુપ્ત થઈ ગઈ છે. ગામડાઓમાં જરૂર તેનો થોડો પ્રભાવ જોવા મળે છે. હા પણ વસંત પંચમીના દિવસે ગાજરનો હલવો, કેસરિયા ભાત કે કેસરિયા ખીર ખાઈને આજે પણ વસંત પંચમીનો ઉલ્લસ ઉમંગ પ્રગટ થાય છે. પરિવારમાં પ્રસન્નતાનુ વાતાવરણ બને છે.
આપણા દેશમાં છ ઋતુઓ હોય છે જે પોતાના ક્રમમાં આવીને પોતાનો રંગ બતાવે છે પણ વસંત ઋતુનુ પોતાનુ જ વિશેષ મહત્વ છે. તેથી વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. તેમા પ્રકૃતિનુ સૌદર્ય બધી ઋતુઓથી ચઢિયાતુ હોય છે. વન ઉપવન જુદા જુદા ફુલોથી મહેંકી ઉઠે છે. ગુલમોહર,. ચંપા, સૂરજમુખી અને ગુલાબના ફુલોના સૌદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગી જાય છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઉઠે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ તહેવાર ખૂબ જ આનંદદાયક હોય છે.
આ તહેવારના દિવસે વિદ્યાલયોમાં સરસ્વતી પૂજા થાય છે અને શિક્ષક વિદ્યાર્થીઓ વિદ્યાનુ મહત્વ બતાવે છે અને પુર્ણ ઉલ્લાસ સાથે ભણવાની પ્રેરણા આપે છે.
વસંત હ્રદયના ઉલ્લાસ, ઉમંગ ઉત્સાહ અને મધુર જીવનનુ ઉદાહરણ છે. તેથી વસંત પંચમીના દિવસે સગીત. રમત હરીફાઈ અને પતંગબાજીનુ આયોજન થાય છે. વસંતમેળો લગે છે. વસંત પંચમી દર વર્ષે આવે છે. જીવનમાં વસંત જ યશસ્વી જીવન જીવવાનુ રહસ્ય છે. આ રહસ્યોદ્દઘાટન કરી જાય છે.