હેપી ચોકલેટ ડે.. વેલેંટાઈન વીકનો ત્રીજો અને સંબંધોમાં મીઠાસ લાવનારો દિવસ મતલબ ચોકલેટ ડે. એક સ્વીટ ડિશના રૂપમાં તો ચોકલેટ જાણીતી છે જ, પરંતુ જ્યારે વાત આવે છે એકરાર-એ-મોહબ્બતની તો ચોકલેટનું મહત્વ વધી જાય છે. પ્રેમના એકરારની સાથે સાથે ઘણા અનેક રોગોનો ઈલાજ છે ચોકલેટ.
પ્રેમનો એકરાર કરવો હોય તો ફૂલોની સાથે ચોકલેટ, રિસાયેલી ગર્લફ્રેંડને મનાવવી હોય તો ચોકલેટ, રડતા બાળકને હસાવવો હોય તો ચોકલેટ. સૌ વચ્ચે ખુશીની વહેંચણી કરવી હોય તો ચોકલેટ. જમ્યા પછી કંઈક ગળ્યુ ખાવુ હોય તો ચોકલેટ. જોયુ કેટલી કામની છે ચોકલેટ
પરંતુ વિચાર કરો કે જો આપણે કોઈને તીખી ચોકલેટ ખવડાવીએ તો ? કોઈ પૂછે કે શુ તમે ચોકલેટ પીવી પસંદ કરશો ? ત્યારે શુ થાત. આ એકરાર કરવો થોડો તીખો થઈ જાત. કદાચ ઘણાને ચોકલેટ પસંદ જ ન પડત. ચોકલેટ એ માટે આટલી હિટ છે કે તે સ્વીટ છે. પરંતુ આજે તમે ચોકલેટને જે મીઠા રૂપમાં જાણો છો.. તે ચોકલેટ શરૂઆતમાં આવી નહોતી. આવો જાણીએ ચોકલેટનો ઈતિહાસ...