બોયફ્રેંડને હસબંડ બનાવતાં પહેલાં....

N.D
રાહુલ અને સંગીતા છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. અચાનક રાહુલે સંગીતાથી દૂર રહેવાનુ શરૂ કર્યુ. સંગીતાને તેનો આ વ્યવ્હાર સમજાયો નહી. તે વિચારવા લાગી કે એવુ તો શુ થઈ ગયુ કે પ્રેમમાં એકદમ બદલાવ આવી ગયો ? શુ તેનાથી કોઈ ભૂલ થઈ ગઈ ? સંગીતાએ લગ્નની વાત કરી હતી અને ત્યારથી રાહુલના રંગઢંગ બદલવાની શરૂઆત થઈ ગઈ હતી.

લગ્ન છોકરીઓ માટે એક મીલનો પત્થર હોય છે. જ્યારે કે છોકરાઓ માટે પોતાની આઝાદી ગુમાવી દેવાનો ભય. અને તેથી જ તેઓ ડગમગી જાય છે. જો સંગીતા આ વાતને સમજી જાય કે પુરૂષોનુ માઈંડ કેવી રીતે કામ કરે છે તો તે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે અને રાહુલ કાયમ માટે તેનો થઈ જશે. આજે અમે અહીં તમને આવી પરિસ્થિતિનો સામનો કરવાની કેટલીક સલાહ આપી રહ્યા છે.

'મેં' ને 'અમે' માં કંઈ બદલશો નહિ
વાતચીત દરમિયાન સર્વનામનો પ્રયોગ ખૂબ મહત્વપૂર્ણ હોય છે, ખાસ કરીને જ્યારે મુદ્દો સંબંઘનો હોય. છોકરીઓ જ્યારે 'મેં' ની જગ્યાએ 'અમે' નો પ્રયોગ કરવા માંડે છે ત્યારે છોકરાઓને લાગે છે કે તેની સ્વતંત્રતા અને કુંવારા હોવાના દિવસો પૂરા થવા માંડ્યા છે અને તેમને એવુ પણ લાગે છે કે આ છોકરીઓ તેમના જીવનને નિયંત્રિત કરવા જઈ રહી છે. આ સમસ્યાથી બચવાની સૌથી સરળ રીત છે તમારી વાતચીતમાં તમે 'અમે' નો પ્રયોગ ખૂબ જ સાવધાની પૂર્વક કરો. એટલે કે 'આ રવિવારે આપણે શુ કરે રહ્યા છે ? ની જગ્યાએ એવુ કહો ' હું વિચારુ છુ કે આ રવિવારે જો આપણે ફિલ્મ જોવા જઈએ તો કેવુ રહેશે, તમારો શુ વિચાર છે ? આ રીતે વાતચીત કરવાથી તેને એવુ નહી લાગે કે તમે તેની જીંદગીને નિયંત્રિત કરી રહ્યા છો.

વિશ્વાસ અપાવો કે તમે બે નહી એક કેમ્પ પર વિશ્વાસ કરો છો.
લગ્નજીવનમાં પ્રવેશ કરવાથી છોકરાઓ તેથી પણ ગભરાય છે કે તેના પરિવારના સભ્યો સાથે આવનારી નવવધૂનો વ્યવ્હાર કોણ જાણે કેવો હશે. તેથી આને અનુલક્ષીને પણ છોકરાને વિશ્વાસમાં લેવો જરૂરી છે. ખાસ કરીને છોકરો એવી સ્થિતિમાં નથી રહેવા માંગતો જ્યાં તેણે પરિવાર કે તમારામાંથી કોઈ એકનો પક્ષ લેવો પડે. આ જ વાત તેમના મિત્રોને અનુલક્ષીને પણ લાગુ પડે છે. આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે એક છોકરાના જીવનમાં તેના મિત્ર અને તેની ગર્લફ્રેંડ બંને મહત્વપૂર્ણ કેમ્પ હોય છે. તેને એટલો મજબૂર ન કરવો જોઈએ કે તે એક પક્ષનો થઈને રહી જાય. બંને કેમ્પ વચ્ચે તાલમેલ બેસાડવો જરૂરી છે.

  N.D
ઉતાવળમાં પ્રપોજ ન કરો
આજકાલ એવી ફેશન આવી ગઈ છે કે પ્રપોજ ફક્ત છોકરો જ કરે. છોકરી પણ પ્રપોઝ કરી શકે છે. પણ પ્રપોઝ કદી પણ ઉતાવળમાં ન કરવુ જોઈએ. અચાનક વગર વિચાર્યે પ્રપોઝ કરવાથી છોકરો ધર્મસંકટમાં પડી જાય છે. તેથી પ્રપોઝ કરતા પહેલા પરિસ્થિતિનુ સારી રીતે અવલોકન કરવુ જોઈએ. વાતવાતમાં તમે તેને એ રીતે કહી શકો છો કે તમારી બહેનપણી અને તેના બોયફ્રેંડે જીંદગીભર સાથે રહેવાનો નિર્ણય કરી લીધો છે. આના પર એની પ્રતિક્રિયા જુઓ. તેની પ્રતિક્રિયા જોઈને તમને ખબર પડી જશે કે તે લગ્ન કરવા માટે તૈયાર છે કે નહી.

પ્રેમીને પારખો પણ ઈશારાથી
દરેક છોકરો સમય-સમય પર આ વાતનો સંકેત આપી દે છે કે તે પોતાનુ સ્વતંત્ર જીવન છોડવા તૈયાર છે કે નહી ? તમે તમારી બહેનપણીના લગ્નમાં તેને આમંત્રિત કરો છો, પણ તે કોઈને કોઈ બહાનુ બનાવીને ના પાડી દે છે તો સમજો કે તે પોતે હજુ લગ્ન કરવા માટે તૈયાર નથી. તેની ઈચ્છાને જાણવાના બીજા પણ ઉપાયો છે. જ્યારે શરૂ શરૂમાં ડેંટિગ કરી રહ્યા હતા તો તમારી આદતો અંગે તેમને કોઈ સમસ્યા નહોતી, પણ જ્યારથી લગ્નની વાત કરી છે ત્યારથી તે તમારામાં ખામીઓ કાઢવા માંડ્યો છે.

આનો સીધો અર્થ એ છે કે તે હમણાં લગ્ન કરવા તૈયાર નથી. ડેટિંગના સમયે તમારી સાથે મોટાભાગનો ખાલી સમય પસાર કરવાનું પસંદ કરતો હતો, પણ જ્યારથી તમે લગ્નની વાત કરી છે ત્યારથી તે મિત્રો સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ કરે છે. આ રીતે તે જણાવવા માંગે છે કે તે તમારી સાથે લગ્ન કરવા નથી માંગતો.

આ સલાહથી તમને ખબર પડી ગઈ હશે કે તમારો બોયફ્રેંડ તમારી સાથે લગ્ન કરવા માંગે છે કે નહી. જો તે લગ્ન કરવા માંગતો હોય તો તેની લગ્ન કરવાની બીકને દૂર કરો અને તમે તેને એવી રીતે મદદ કરો કે તમારુ જીવન આનંદદાયી બની જાય.