તેઓ બંને એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતા હતા. બંનેનું વર્ષનુ પેકેજ લાખોમાં હતુ. બંને વિજાતીય છે, એક બીજાને પ્રેમ કરે છે અને આ પ્રેમનું પરિણામ વિવાહના રૂપમાં ઈચ્છે છે. બંનેએ જ્યારે પરિવારને આ અંગે જાણ કરી તો તેમના પરિવારે એકબીજાને ઘરે જઈને, બધુ જોઈ વિચારીને બંનેનુ લગ્ન નક્કી થઈ ગયુ. પરંતુ સગાઈની તારીખ નક્કી કરતા પહેલા છોકરાના મમ્મી પપ્પાએ છોકરીના મા-બાપ પાસે દહેજની માંગણી કરી. તે પણ રોકડા.
છોકરીના મા-બાપ લગ્નમાં ભરપૂર ખર્ચો કરવાના હતા. પણ ભણેલી ગણેલી, અને લાખોના પેકેજની સર્વિસ કરનારી છોકરીને આ ન ગમ્યુ અને તેને છોકરાને આ અંગે વાત કરી. પ્રેમનો દમ ભરનારા આ છોકરાનો જવાબ સૌને હેરાન કરનારો હતો. તેણ કહ્યુ - આ વિશે હું મારા મા-બાપને કોઈ વાત નથી કરી શકતો, આ એમનો લુક આઉટ છે. હા, તુ ઈચ્છતી હોય તો આપણે કોર્ટ મેરેજ કરી શકીએ છીએ. છોકરી આશ્ચર્યમાં પડી ગઈ. શુ કરુ ? કોર્ટ મેરેજ કરીને સાસરિયાવાળાનો સંબંધ તોડુ કે પ્રેમને ભૂલી જઉ ?
પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શુ આ જ પ્રેમ છે ? જો હા, તો આમાં સોદો કરવાને સ્થાન ક્યા છે. પ્રેમ છે તો કપૂરની જેમ ઉડી કેમ ગયો ? શુ છોકરાએ પ્રેમ પોતાના મા-બાપને પૂછીને કર્યો હતો, તો બાકીની વાતો પણ તેના મા-બાપ જ તૈયાર કરશે ? જો કે છોકરીની કમાણી એટલી હતી કે તે વર્ષભરના પગારમાં જ દહેજની રકમ પૂરી કરી દેતી.
જવા દો, પછી તો કહેવાતા શુભચિંતકો દ્વારા પોતપોતાના વિચારો સાંભળવા મળ્યા. 'આજકાલની છોકરીઓ કમાવવા લાગતા જ હવામાં ઉડવા માંડે છે. ભાઈ, સમજૂતી તો કરવી જ પડશે. તેની બરાબરીમાં ભણેલો છોકરો મળ્યો છે, એક જ કંપનીમાં કામ કરે છે, પછી દહેજને માટે મોઢુ કેમ વાંકુ કરે છે ? જે આપવાનુ હોય તે આપીને નક્કી કરી દો.
હવે છોકરાની દ્રષ્ટિએ જોઈએ અને આ લોકો કોર્ટ મેરેજ કરી લે તો ભવિષ્યમાં છોકરી પર આ દોષ જરૂર લાગશે કે તેના કારણે જ છોકરો મા-બાપથી અલગ થયો છે. સમાજ, સગાવહાલાઓમાં બંનેને યોગ્ય સન્માન નહી મળે, જેનો તેમને હક છે. જો છોકરી તેના મા-બાપને દહેજ આપવાનુ કહે છે તો તેનો સેલ્ફ રિસ્પેક્ટ હર્ટ થશે. તે કદી આ ગિલ્ટીમાંથી બહાર નહી નીકળી શકે, જેને લઈને ભવિષ્યમાં તેમના દાંમ્પત્ય જીવન પર અસર પડશે.
N.D
બે ભણેલા ગણેલા પ્રેમ કરનારા યોગ્ય યુવાઓની આ પરિસ્થિતિ દુ:ખદાયી છે. પ્રેમ થઈ જવો એ નક્કી એક સુખદ અનુભૂતિ છે. પણ તે ફક્ત શારીરિક આકર્ષણ જ નથી પરંતુ એકબીજાના સુખ-દુ:ખમાં ભાગીદાર થવાનું એગ્રીમેંટ છે. જ્યારે પ્રેમનુ પરિણામ લગ્નમાં પરિણમે ત્યારે આ બંનેની જવાબદારી છે કે તેને સફળ બનાવે, નહી તો લોકો તેમના પ્રેમને મજાક બનાવી દેશે. કંપનીના મોટા મોટા નિર્ણયોમાં સાથ આપતો એક હોનહાર યુવાન જ્યારે જીંદગીના નિર્ણયો સમયે કશુ ન બોલે કે તેમાં હસ્તક્ષેપ ન કરે તો સમજી લેવું કે તેણે આ નિર્ણયોને મૌન સ્વીકૃતિ આપી દીધી છે. આવા સમયે બગડતા સંબંધોનો દોષ ફક્ત છોકરીને આપી દેવો એ ક્યા સુધી યોગ્ય છે ?
સ્ત્રી પોતાની શરૂઆત સારી રીતે જાણે છે. લગ્ન પછી મોટાભાગના એડજસ્ટમેંટ તેને જ કરવા પડે છે. પણ જો વિવાહના દ્વારે જો તેને પોતાના આત્મસન્માનની પણ આહૂતિ આપવી પડશે તો આ સંબંધ તેને ખુશી આપવાને બદલે જીવનભર મનમાં ખૂંચાતો રહેશે. પ્રેમના ઘણા રૂપ છે, જુદા જુદા સંબંધો સાથે જુદા જુદા નામ. સત્ય, નિષ્ઠા, આસ્થા, ભરોસો બધુ છે, પણ છે થોપાયો હોય તે પ્રેમ નથી.