જ્યારે બે દિલ થાય દૂર

N.D
જ્યારે બે પ્રેમ કરનારા દિલો વચ્ચે ઉંચા ઉંચા પહાડ, નદીઓ અને સમુદ્રો આવી જાય તો ? હા, જ્યારે તમારો પ્રિય થોડાક મહિના માટે કોઈ કામકાજને કારણે તમારાથી દૂર જતો રહે કે પછી તમને કોઈ દૂર રહેતી વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય.

આ સંબંધમાં મીઠાસને બનાવી રાખવી મુશ્કેલી થઈ જાય છે. કારણ કે આ સંબંધમાં વધુ પ્રેમ, વિશ્વાસ અને સન્માનની જરૂર હોય છે. આ સંબંધમાં અમે રોજ આપણા મિત્રને નથી મળી શકતા તેથી તાલમેલની ખૂબ જરૂર પડે છે. આ માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવુ જરૂરી છે.

તમે હંમેશા તેમના સંપર્કમાં રહો. તે માટે જરૂરી નથી કે તમે કલાકો ફોન પર વાતો કરો. તમે અઠવાડિયામાં 3 થી 5 વાર ફોન કરી શકો છો. આજની ટેકનોલોજીએ તો અંતર ઘટાડી દીધુ છે. લોંગ ડિસ્ટેંસ રીલેશનશિપને જાળવી રાખવા હવે પહેલા કરતા સરળ થઈ ગયુ છે.

ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો.

આ માટે તમને જરૂર છે એક કંમ્પયૂટરની જેમાં ઈંટરનેટની સગવડ પણ હોય. બસ પછી તો શુ ? તમે તેમને ઈ-મેલ કરી શકો છો કે મેસેંજર દ્વારા ચેટ પણ કરી શકો છો. હવે તેમા વધુ એક સગવડ જોડાઈ ગઈ છે. હવે તમે તમારા પ્રિય સાથે ફક્ત વાત જ નથી કરી શકતા પણ માઈક્રોફોન દ્વારા તેમનો અવાજ પણ સાંભળી શકો છો, અને તેમને વેબકેમમાં પણ જોઈ શકો છો.

તમે તમારા પ્રિયને રોજ એક ઈ-મેલ કરી શકો છો, પણ આ જરૂરી નથી કે તમારો ઈ-મેલ ખૂબ લાંબો હોય, પણ તેમાં પ્રેમની નાની નાની વાતો થઈ શકે છે. તમે લખી શકો છો કે તમે એને ખૂબ મિસ કરી રહ્યા છો. તમારી લાગણીઓ જણાવી શકો છો.

જો તમે તમારા ભાવનાઓને લખી ન શકતા હોય તો સારા સારા કાર્ડ અને મેસેજ ફોરવર્ડ કરી શકો છો. આ તમારા પ્રિયને જરૂર ગમશે. આમ તો હાથથી લખેલા પ્રેમપત્રોનુ મહત્વ હોય છે. તમે તમારા પ્રિયને તેમના પસંદગીના પરફ્યૂમથી સુવાસિત પ્રેમ પત્ર લખી શકો છો.

N.D
તમે તમારા ઓફિસેથી એકાદ દિવસની રજા લઈને તેમની પાસે જઈને તેમને સરપ્રાઈઝ આપી શકો છો. પણ તે પહેલા તેમનો એ દિવસનો પોગ્રામ શુ છે તે પહેલાથી જાણી લો.

આ સંબંધોમાં વિશ્વાસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તમે તમારી પ્રિયથી દૂર રહીને બીજા ઘણા લોકોના સંપર્કમાં આવો છે, પણ આ બની શકે કે એના કારણે તમારા પ્રિયમાં અસુરક્ષાનો ભાવ ઉત્પન્ન થાય. પણ તમે એમને વિશ્વાસ અપાવો અને તમારા દરેક કામ વિશે એમને જણાવો.

આ રીતે પરસ્પર સમજ, વિશ્વાસ અને પ્રેમથી તમે તમારા દૂરના સંબંધોમાં મીઠાશ જાળવી શકો છો.