મોદીના ચાણક્યની ઈટાવામાં આજે રેલી - જાણો અમિત શાહે ઈટાવા કેમ પસંદ કર્યુ

ગુરુવાર, 27 ઑક્ટોબર 2016 (14:43 IST)
ઉત્તર પ્રદેશમાં સત્તાવાદી સમાજવાદી પાર્ટીની અંદર ચાલી રહેલ ધમાસાનાની વચ્ચે બીજેપી અધ્યક્ષ અમિત શાહ ગુરૂવારે ઈટાવામાં રેલી કરી રહ્યા છે. ઈટાવા દેશની સૌથી મોટી રાજકારણીય યાદવ પરિવારનો ગૃહ જીલ્લો છે. ઈટાવા અને તેની અસાપાસની વિધાનસભા સીટો પર મુલાયમ સિંહ યાદવ, તેમના પરિવારના સભ્યો કે તેમના નિકટના લોકોની જોરદાર પકડ ક હ્હે. આવામાં અહી થઈ રહેલી અમિત શાહની સંકલ્પ મહારૈલીનુ શુ મહત્વ છે આવો જાણીએ.. 
 
સમાજવાદી પાર્ટીની અંદર છેલ્લા કેટલાક દિવસોથી સત્તાને લઈને ક્લેશ મચી રહ્યો છે. સીએમ અખિલેશ યાદવની સપાના પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવ વચ્ચે સુમેળ કરાવવાની દરેક કોશિશ નિષ્ફળ ગઈ છે. ઈટાવા રેલી દ્વારા અમિત શાહની આગેવાનીમાં બીજેપી આ અવસરનો પુરો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે.  
 
છેલ્લી અનેક ચૂંટણીઓમાં ઈટાવા વિધાનસભા સીટ પર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનુ વર્ચસ્વ રહ્યુ છે. 2012માં થયેલ ચૂંટણીમાં સપાના રઘુરાજ સિંહ શાક્યએ બીએસપીના મહેન્દ્ર સિંહ રાજપૂતને હરાવ્યા હતા.  આ પહેલા 2007ની ચૂંટણીમાં મહેન્દ સિંહ રાજપૂત સપાના ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા અને બીએસપીના નરેન્દ્ર નાથ ચતુર્વેદી પર વિજય મેળવ્યો હતો. 2009માં આ સીટ પર થયેલ પેટાચૂંટણીમાં બસપા ઉમેદવારના રૂપમાં મહેન્દ્ર સિંહ રાજપૂતે સપાના ઉમેદવાર વિજય સિંહ બહાદુરને હરાવ્યા હતા. 
 
બીજેપીએ ઈટાવામાં બીએસપીના દબદબાને માત આપવા માટે પણ કાટ શોધી લીધો છે. બ્રજેશ પાઠકને ઈટાવામાં અમિત શાહની સંકલ્પ રેલી માટે ભીડ એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.  બીએસપીના પૂર્વ સાંસદ અને બ્રાહ્મણ નેતા બ્રજેશ પાઠકને માયાવતીની પાર્ટીમાંથી કાઢ્યા પછી બીજેપીએ તેને હાથોહાથ લીધો છે.  બીએસપીના ઉન્નાવના સાંસદ રહી ચુકેલા બ્રજેશ પાઠકની રણનેતિથી સોશિયલ એંજિનિયરિંગ પર અસર પડશે.  તેનાથી બીજેપીને ફાયદો થવાની આશા છે. 

વેબદુનિયા પર વાંચો