હવે તમારા આધાર કાર્ડનો આવ્યો PVC અવતાર, ઘરે બેસ્યા આ રીતે બનાવી લો પીવીસી આધાર

સોમવાર, 12 ઑક્ટોબર 2020 (14:24 IST)
આધાર રજુ કરનારી સંસ્થા  UIDAI એ ટ્વીટ કરીને જણાવ્યુ છે કે હવે આધાર કાર્ડને PVC કાર્ડ પર રિપ્રિંટ કરાવી શકાય છે. આ કાર્ડ તમને એટીએમ કે ડેબિટ કાર્ડની જેમ સહેલાઈથી વોલેટમાં આવી જશે. યુઅઅઈડીએઆઈએ એક ટ્વીટ કરી લખ્યુ તમારુ અધાર હવે સુવિદ્યાજનક સાઈઝમાં રહેશે. જેને તમે સહેલાઈથી વોલેટમાં મુકી શકશો. 
 
શુ છે આ ખાસ નવા આધાર કાર્ડમાં 
 
આધાર પીવીસી કાર્ડ સંપૂર્ણપણે એર-વોટર-પ્રૂફ, શાનદાર પ્રિન્ટ અને લેમિનેટેડ છે. હવે તમે તેને ક્યાંય પણ લઈ શકો છો. વરસાદને કારણે પણ કોઈ નુકસાન થઈ શકતું નથી. તમારું આધાર પીવીસીને હવે તમે ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવી શકો છો. સાથે જ  પ્લાસ્ટિક કાર્ડ્સના રૂપમાં નવો આધાર ટકાઉ, દેખાવમાં આકર્ષક અને અદ્યતન સુરક્ષા સુવિધાઓ ધરાવે છે. સુરક્ષા સુવિધાઓમાં હોલોગ્રામ, ગિલોચ પેટર્ન, ઘોસ્ટ ઈમેજ અને માઇક્રોટેક્સ્ટ શામેલ હશે. આ કાર્ડ બનાવવા માટે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે.
 
આ રીતે મેળવી શકો છો નવુ આધાર પીવીસી 
 
- નવા આધાર પીવીસી કાર્ડ માટે, તમે યુઆઇડીએઆઇ વેબસાઇટની મુલાકાત લો 
 
-અહી  'My Aadhaar' સેક્શનમાં જઈને  'Order Aadhaar PVC Card' પર ક્લિક કરો 
 
- ત્યારબાદ તમે તમારા આધારનો 12 નંબરનો કે 16 નંબરનો વર્ચુઅલ આઈટી કે પછી 28 નંબરનો ડિઝિટનો આધાર એનરોલમેંટ  આઈડી (EID)  નાખો. 
 
- હવે તમે સિક્યુરિટી કોડ અથવા કેપ્ચા ભરો અને ઓટીપી માટે Send OTP પર ક્લિક કરો.
 
- આ પછી, રજિસ્ટર્ડ મોબાઈલ પર પ્રાપ્ત ઓટીપીને આપેલી ખાલી જગ્યા ભરો અને સબમિટ કરો.
 
- હવે તમને આધાર પીવીસી કાર્ડનું પ્રિવ્યુ જોવા મળશે.
 
-તે પછી તમે નીચે આપેલા પેમેંટ ઓપ્શન પર ક્લિક કરો.
 
- આ પછી, તમે પેમેન્ટ પેજ પર જતા રહેશો. અહીં તમારે 50 રૂપિયા ફી જમા કરવાની રહેશે.
 
- ચુકવણી પૂર્ણ કર્યા પછી, તમારી આધાર પીવીસી કાર્ડ ઓર્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જશે
 
આધાર પીવીસી કાર્ડ શું છે
 
પીવીસી કાર્ડ્સ(PVC Card) ને પોલિવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ કહેવામાં આવે છે. આ એક પ્લાસ્ટિક કાર્ડ છે જેના પર તમારો આધાર કાર્ડ નંબર છાપવામાં આવ્યો હશે. . જો કોઈ નાગરિક પોતાનું આધાર પીવીસી કાર્ડ બનાવવા માંગે છે, તો તેણે 50 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર