યૂપી પરિણામ LIVE: યોગી એક લાખ વોટોથી જીત્યા ગોરખપુર, કૈરાનામાં ભાજપા હારી, ખુદને નોળિયો કહેનારા સ્વામી પ્રસાદ મોર્ય હાર્યા

ગુરુવાર, 10 માર્ચ 2022 (16:55 IST)
ઉત્તર પ્રદેશે એકવાર ફરી મોદી-યોગીના ડબલ એંજિનથી જ ચાલવાનો નિર્ણય કરી લીધો છે. પરિણામોમાં ભાજપા 260 પ્લસ સીટો મેળવતી જોવા મળી રહી છે. જો કે પરિણામોમાં એ પણ બતાવી રહ્યા છે કે યોગી અગાઉવાળી પરફોર્મેંસ રિપીટ કરી શક્યા નથી. પહેલા 312 સીટો ભાજપાના ખાતામાં આવી હતી. 
 
ભાજપાને 60 સીતોનુ નુકશાન થઈ રહ્યુ છે અને તેનો ફાયદો અખિલેશ ઉઠાવી રહ્યા છે. સ પાને 80 સીટોનો ફાયદો થઈ રહ્યો છે અને તેથી તે હજુ પણ પોઝીટીવ વિચાર બનાવી રહ્યા છે. સપાએ ટ્વીટ કર્યુ કે 100 સીટો પર વોટોનુ અંતર 500 વોટનુ છે તેથી કાર્યકર્તા અને નેતા અલર્ટ રહે. 
 
સૌથી ખરાબ હાલત બસપા અને કોંગ્રેસની છે. આ બંને પાર્ટીઓ હજુ સુધી એટલી સીટ પણ નથી જીતી શકી જેટલા ફેજમાં ચૂટણી થઈ એટલે 7થી પણ ઓછી. કોંગ્રેસ તો સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીમાં જ ત્રીજા નંબર પર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર