1 ફેબ્રુઆરીના રોજ રજુ થશે બજેટ, 29 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી ચાલશે બજેટ સેશન

શનિવાર, 6 જાન્યુઆરી 2018 (11:24 IST)
આ વખતે પણ બજેટ સેશનની શરૂઆત 29 જાન્યુઆરીથી હશે, જે 6 એપ્રિલ સુધી ચાલશે. ફાઈનેંશિયલ ઈયર 2018-19 માટે મોદી સરકાર 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજુ કરશે.  સેશનનો પ્રથમ ભાગ 29 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે.  ત્યારબદ 5 માર્ચથી 6 એપ્રિલ સુધી બીજો ભાગ હશે. આ વખતે શુક્રવારે સરકારે નોટિફિકેશન રજુ કર્યુ. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે વર્ષો જૂની પરંપરાને બદલીને ગયા વર્ષથી બજેટ વહેલુ રજુ કરવુ શરૂ કર્યુ છે. 
 
29 જાન્યુઆરીના રોજ મુકવામાં આવશે ઈકોનોમિક સર્વે 
 
- ન્યૂઝ એજંસીના સૂત્રો મુજબ સંસદમાં બજેટ સેશન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સ્પીચથી શરૂ થશે.  29 જાન્યુઆરીના રોજ લોકસભામાં ઈકોનોમિક સર્વે રજુ કરવામાં આવશે.  1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજુ કરવામાં આવશે. 
 
ગયા વર્ષથી શરૂ થઈ નવી પરંપરા 
 
- ઉલ્લેખનીય છે કે ફાઈનેંશિયલ ઈયર 2017-18 ના બજેટ પહેલા સામાન્ય બજેટ ફેબ્રુઆરીના અંતિમ વર્કિંગ ડેના રોજ રજુ કરવામાં આવતુ હતુ. પણ મોદી સરકારે વર્ષો જૂની આ પરંપરાને ખતમ કરી દીધી અને જેટલીએ ગયા વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કર્યુ હતુ. 
 
- બજેટ જલ્દી રજુ કરવા પાછળ આ છે મકસદ 
 
- બજેટ જલ્દી રજુ કરવા પાછળ સરકારનો તર્ક એ છે કે નવા ફાઈનેંશિયલ ઈયરની શરૂઆત મતલબ 1 એપ્રિલ સુધી બજેટના બધા પ્રપોજલ્સને મંજૂરી મળી જાય જેનાથી યોજનાઓ માટે સમય પર ફંડ મળ્યા અને તેમને લાગૂ કરાવવામાં મોડુ ન થાય. 
 
- બીજા ફેરફાર હેઠળ અલગથી રેલ બજેટ રજુ કરવાની પરંપરા પણ ખતમ કરવામાં આવી અને તેને સામાન્ય બજેટમાં સામેલ કરી દેવામાં આવી હતી. 
 
નવા ટેક્સ પ્રપોઝલની આશા ઓછી 
 
- નાણાકીય મંત્રાલયના એક સીનિયર ઓફિસરે જણાવ્યુ, "જીએસટી કાઉંસિલે રેટ નક્કી કર્યા છે. આ કારણે ફાઈનેશિયલ ઈયર 2018-19 ના બજેટમાં નવા ટેક્સ પ્રપોઝલની આશા નથી.  જીએસટી કાઉંસિલના હેડ ફાઈનેસ મિનિસ્ટર જેટલી છે અને તેમા બધા રાજ્યોના રીપ્રેજેંટેટિવનો પણ સમાવેશ છે.  બજેટમાં ઈનકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સમાં કોઈ નવી સ્કીમ કે પોગ્રામ સાથે ફેરફારનુ પ્રપોઝલ થઈ શકે છે." 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર