બીજા શાહી સ્નાન પર 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી ડુબકી (જુઓ ફોટા)

સોમવાર, 9 મે 2016 (13:21 IST)
સિંહસ્થ કુંભનુ બીજુ શાહી સ્નાન સોમવારે સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ ગયુ. અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તના શુભારંભ સાથે જ સંતોએ ક્ષિપ્રા નદીમાં રામઘાટ પર ડુબકી લગાવી. સૌ પહેલા નાગાઓએ સ્નાન કર્યુ. અન્ય અખાડા માટે જુદો જુદો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલા રવિવારે મઘ્યરાત્રિથી જ સ્નાનની પ્રક્રિયા શરૂ થઈ ચુકી હતી. 

 
 
બધા ફોટા - ભીંકા શર્મા 
 
 

અહી સૌ પહેલા સામાન્ય શ્રદ્ધાળુઓએ ક્ષિપ્રાના વિવિધ ઘાટ પર સ્નાન કર્યુ. વહેલી સવારે પહેલા જૂના અખાડાએ પોતાની છાવણીથી ક્ષિપ્રા ઘાટ તરફ વળ્યા.  સ્નાન માટે નાગાઓની ટોળી મહામંડલેશ્વર સંત અવધેશાનંદ સાથે દત્ત અખાડા ઘાટ પર પહોંચ્યા. કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ માટે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારી ઘાટની સુરક્ષા અને શહેરની સુરક્ષા માટે ગોઠવાયેલા છે. 

 
 

અક્ષય અમૃત 
 
સિંહસ્થ મહાપર્વ પર બીજુ અમૃત સ્નાન અક્ષય તૃતીયા પર અમૃત સિદ્ધિ યોગમાં સોમવારની વહેલી સવારે શરૂ થયુ. જૂના અખાડાના નાગા સાધુઓએ મોક્ષદાયિની ક્ષિપ્રામાં હર હર મહાદેવનો જયઘોષ કરતા ડુબકી લગાવી.  તટો પર રોશની અને ભોર પર ઉદિત થતા સૂર્યનારાયણની રશ્મિયોની વચ્ચે એવુ લાગ્યુ જાણે આકાશમાંથી અમૃત છલકી રહ્યુ હોય. 

 

નાગા ઘાટ પર આવીને ઉભા થયા અને જેવો જ દંડના માધ્યમથી તમને આ વાતનો ઈશારો મળી કે તે સ્નાન કરે. આમ જ નાગા નદીમાં કુલાંચે મારવા લાગ્યા. ઘણી વાર સુધી નાગા સાધુ ક્ષિપ્રા મૈયાની ગોદમાં વિચરણ કરતા રહ્યા. ત્યારબાદ અન્ય અખાડાઓનુ સ્નાન શરૂ થશે. એ પહેલા પ્રશાસને નાગાઓના સ્નાન પછી સમગ્ર ઘાટને વ્યવસ્થિત કરાવ્યો. ત્રીજુ શાહી સ્નાન 21 મે ના રોજ થશે.  આ પહેલા પર્વ સ્નાન શંકરાચાર્ય જયંતી 11 મે ના રોજ થશે.  આવતા અને અંતિમ શાહી સ્નાન પહેલા પાંચ પર્વ સ્નાન થશે. 













વેબદુનિયા પર વાંચો