જાણીતી ટીવી અભિનેત્રી રીટા ભાદુરીનુ નિધન, ડો. હાથી પછી ફિલ્મ ઈંડસ્ટ્રી માટે વધુ એક દુ:ખદ સમાચાર

મંગળવાર, 17 જુલાઈ 2018 (10:37 IST)
ટીવી અને ફિલ્મોમાં માતાનો રોલ ભજવનારી રીટા ભાદુરીનુ નિધન થઈ ગયુ છે. આ સમાચારથી ઈંડસ્ટ્રીમાં શોકની લહેર છે. રીટા ભાદુરી ઈંડસ્ટ્રીનુ જાણીતુ નામ છે. રીટાના નિધનની માહિતી સીનિયર એક્ટર શિશિર શર્માએ ટ્વીટ કરીને આપી. 
 
તેમણે લખ્યુ, ખૂબ દુખ સાથે આ સૂચિત કરી રહ્યો છુ કે હવે રીટા ભાદુરી આપણી વચ્ચે રહ્યા નથી. તેમનો અંતિમ સંસ્કાર આજે મતલબ 17 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યે મુંબઈમાં થશે.  આપણે સૌને માટે તે મા જેવી હતી. અમે બધા તેમને ખૂબ યાદ કરીશુ. 
 
સમાચારનુ માનીએ તો રીટા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી. તેમની કિડનીમાં સમસ્યા બતાવી હતી. આ કારણે તેમને દર બીજા દિવસે ડાયાલિસિસ માટે જવુ પડતુ હતુ. રીટા હાલ નિમકી મુખિયામાં ઈમરતી દેવીનુ પાત્ર ભજવી રહી હતી. 
ખાલી સમયમાં તે સેટ પર જ આરામ કરતી હતી. રીટા 62 વર્ષની હતી. તેમના આરોગ્ય અને કામ પ્રત્યે લગન જોતા તેમના સગવડના હિસાબથી શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યુ હતુ. રીટાને પોતાના કામ વિશે કહ્યુ હતુ, 'વૃદ્ધાવસ્થામાં થનારી બીમારીઓના ભયથી શુ કામ છોડી દઈએ.' 
 
મને કામ કરવુ અને વ્યસ્ત રહેવુ પસંદ છે. મને દરેક સમયે પોતાની ખરાબ હાલત વિશે વિચારતા રહેવુ પસંદ નથી. તેથી હુ ખુદને વ્યસ્ત રાખુ છુ. હુ ખૂબ ખુશનસીબ છુ કે મને આટલી સપોર્ટિવ અને સમજનારી કાસ્ટ અને ક્રૂ સાથે કામ કરવાની તક મળી છે. 
ઉલ્લેખનીય છે કે ટીવી શો સારા ભાઈ વર્સેજ સારા ભાઈ, અમાનત, એક નઈ પહેચાન અને બાઈબલ કી કહાનિયા માં જોવા મળેલ રીટા ભાદુડીએ ડઝનો ફિલ્મોમાં મહત્વનો રોલ ભજવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ તારક મહેતા.. ' ના કલાકાર ડો હાથીનુ પણ નિધન થઈ ગયુ હતુ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર