અબિગૈલે પોતાની આ બોલ્ડ ફોટો એક ખૂબ જ બોલ્ડ કેપ્શન સાથે શેયર કરી છે. અભિનેત્રીએ લખ્યુ, "મારા ઘણા બધા શબ્દ પણ આ વાતને જાહેર નથી કરી શકતા કે ન્યૂડ યુવતીના યોગા કરવાની હુ કેટલી પ્રશંસા કરુ છુ. તમારામાંથી ઘણા લોકોને કદાચ આ છોકરીનો ઈસ્ટા પોસ્ટ પસંદ નહી આવે. પણ શુ આપણે નથી જાણતા કે આ છોકરી એ બતાવવાની કોશિશ કરી રહી છે કે એ તમને કેટલુ અટ્રેક્ટિવ હેડલાઈંસ અને ટાઈટલ્સ આપી શકે છે. શુ આપણે નથી જાણતા કે કોઈ પુસ્તકને તેના કવર પરથી જજ કરવુ તેનો ક્લાઈમેક્સ નથી હોતો."
અબિગૈલે લખ્યુ, "ન્યુડ અને યોગમાં કંઈ કોમન તો નથી પણ જે લોકો આ વસ્તુને એક્સપીરિયંસ કરે છે તેમને માટે આ તેમની દુનિયા હોઈ શકે છે. આ ફોટોને ક્લિક કરતા પહેલા મે શરમ અને ડર અનુભવ્યો. જે કદાચ મને આઝાદ અનુભવ કરાવી શકે છે."
અબિગૈલે લખ્યુ, "કારણ કે હુ સતત ફક્ત એ વિચારી રહી હતે કે લોકો શુ વિચારશે. પણ મારે મિત્ર આશકા ગોરાડિયા, મારા ફોટોગ્રાફર અને મારા બોડીગાર્ડે મને હિમંત આપી. એ બધાએ કહ્યુ, અબે, ડરને ભગાડ કે લોકો શુ કહેશે. ડર તમને ક્યારેય તાકતવર અનુભવ મહેસુસ નહી કરવા દે."