પોપુલર કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Oolta Chashmah)ફેમ અભિનેતા દિલીપ જોશી (Dilip Joshi)ની પુત્રી નિયતી લગ્નના બંધનમાં બંધાય ગઈ છે. અભિનેતાએ પોતાની પુત્રીના લગ્નની કેટલીક ન જોયેલી તસ્વીરો પોતાના ઓફિશિયલ ઈસ્ટાગ્રામ પર શેયર કરી છે. સાથે જે એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો છે. ફેંસ તેમની પુત્રીના લગ્નના અવસર પર તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ આ જ આ તસ્વીરોને સોશિયલ મીડિયા પર ખૂબ શેયર કરવામાં આવી રહી છે. તો ચાલો જોઈએ તમારા પ્રિય અભિનેતાની પુત્રીના લગ્નના રિવાજોની તસ્વીરો
- દીકરીના લગ્નમાં તમામ વિધિઓ કરીને પિતાની ફરજ પૂરી કરવાનો આનંદ દિલીપના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. આ તસવીર શેર કરતા દિલીપે પોતે લખ્યું છે કે તમે ગીતોમાં, ફિલ્મોમાં અને અન્યના લગ્નમાં આ વસ્તુઓ ઘણી વખત જોઈ હશે, પરંતુ જ્યારે તમારી સાથે આવું થાય છે, ત્યારે તેની ખુશીને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી