શો મા બબિતાજીનો રોલ ભજવનાર મુનમુન દત્તાએ કવિ કુમાર આઝાદ મતલબ ડૉ. હાથીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ફેસબુક પર તેમની કેટલીક તસ્વીર શેયર કરતા લખ્યુ, 'અમે તમને કંઈક આ રીતે યાદ કરીએ છીએ અને હંમેશા કરતા રહીશુ.
મુનમુને લખ્યુ છે, 'હંમેશા ખુશ રહેનારા વ્યક્તિ, જે સવાર સવારે સ્માઈલથી સૌને અભિવાદન કરતા હતા. અમે દૂર બેસીને તમારુ ગીત સાંભળતા હતા. તેમનો વાત કરવાનો અંદાજ ખૂબ જ ક્યૂટ હતો અને તેઓ સૌના શુભચિંતક હતા. દરેક પરિસ્થિતિમાં તેઓ હસતા રહેતા હતા.
ઉલ્લેખનીય છે કે ડો. હાથી ફક્ત 37 વર્ષના હતા. ડો. હાથી વિશે શો માં ભિડે નો રોલ ભજવનારા મંદાર ચાંદવડકરે કહ્યુ કે 'તેમણે પોતાના બધા કામ ખતમ કરીને દુનિયાને અલવિદા કહ્યુ, તેઓ કોઈ પણ કામ અધુરુ છોડતા નહોતા. સાચી દ્રષ્ટિએ હવે તેઓ આઝાદ થઈ ગયા છે.