નાના પડદા પર ચર્ચિત પારિવારિક શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' મોટેભાગે પોતાની સ્ટાર કાસ્ટને લઈને ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા છેલ્લા 15 વર્ષથી શ્રીમતી રોશન કૌર સોઢીનુ પાત્ર ભજવી રહેલ અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે આ શો ને અલવિદા કહી દીધુ છે. બીજી બાજુ જેનિફરે શો છોડતા જ નિર્માતા અસિત કુમાર મોદી પર યૌન શોષણનો આરોપ લગાવતા દરેકને દંગ કરી દીધા છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલનો મોટો ખુલાસો
જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોજેક્ટ હેડ સોહેલ રમાની અને કાર્યકારી નિર્માતા જતિન બજાજ વિરુદ્ધ કેસ નોધાવ્યો છે. સાથે જ નિર્માતા અસિત મોદી પર યૌન શોષણ જેવો ગંભીર આરોપ લગાવતા જોવા મળી છે. અભિનેત્રીએ પોતાના તાજેતરના ઈંટરવ્યુમાં જણાવ્યુ કે મને સોહેલ રમાની દ્વારા ચાર વાર સેટ પરથી બહાર નીકળવા માટે કહ્યુ અને જતિન બજાજે મારી કારની પાછળ ઉભા રહીને તેને રોકવાની કોશિશ કરી અને મને સેટ છોડવાની મંજુરી નહોતા આપી રહ્યા. મે તેમને કહ્યુ કે મે 15 વર્ષ સુધી શો મા કામ કર્યુ અને તે મને બળજબરી પૂર્વક રોકી શકતા નથી અને જ્યારે હુ જઈ રહી હતી તો સોહેલે મને ધમકી આપી. મે અસિત કુમાર મોદી, સોહેલ રમાની અને જતિન બજાજ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ નોંધાવ્યો છે.
મેકર્સ સામે કેસ દાખલ
જેનિફરે વધુમાં જણાવ્યું કે તેને હોળી માટે અડધા દિવસની રજા જોઈતી હતી કારણ કે તેની પુત્રી ખરેખર આ તહેવારની આતુરતાથી રાહ જોઈ રહી હતી. જો કે, તેને રજા આપવામાં આવી ન હતી ત્યારબાદ અભિનેત્રીએ વિનંતી કરી કે બે કલાકનો બ્રેક પણ તેને ચાલશે પરંતુ એ માટે પણ ના પાડી. જેનિફરે કહ્યુ, જ્યારે હુ જવાબી કાર્યવાહી કરી તો સોહેલે મારી સાથે અપમાનિત કરતા વાત કરી અને મને લગભગ ચાર વાર બહર નીકળવાનુ કહ્યુ. પછી કાર્યકારી નિર્માતા, જતિને મારી કારને રોકવાની કોશિશ કરી. આ બધુ સીસીટીવી ફુટેજમાં રેકોર્ડ છે.