બેબી ગર્લના પિતા બન્યા પછી ખુશીથી ઝૂમી ઉઠ્યા Rahul Vaidya, બિગ બોસ 14માં પહેલા બાળકને લઈને બતાવી હતી આ ઈચ્છા

ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (14:27 IST)
Rahul Vaidya, Disha Parmar become parents to a baby girl
Rahul Vaidya On Baby Girl: ટીવીના મોસ્ટ પોલુલર કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે ખુશીઓનો માહોલ છે.  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બડે અચ્છે લગતે હૈ 3 ની અભિનેત્રીએ એક નાનકડી પરીને જન્મ આપ્યો અને આ સાથે જ રાહુલ અને દિશા પેરેન્ટ્સ બની ગયા. કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ફેંસની સાથે આ ગુડ ન્યુઝ શેયર કર્યા. જેમા તે પોતાના કો-કંટેસ્ટેંટ સાથે વાતચીત કરતા કહી રહ્યા છે કે તે પોતાના પહેલા બાળકના રૂપમાં એક પુત્રી ઈચ્છે છે. 

 
રાહુલને હંમેશા ઈચ્છતા હતા એક પુત્રી 
 બિગ બોસ 14 ફેમ  એ પોતાના સોશિયલ મીડિયા પર જુનો વીડિયો શેયર કરતા લખ્યુ, મે તેને જાહેર કરી નાખ્યુ. વીડિયોમાં રાહુલને એવુ કહેતા જોઈ શકાય છે.  હુ મારા પહેલા બાળકના રૂપમાં ફક્ત એક  બાળકી ઈચ્છુ છુ. મારુ પહેલુ બાળક એક પુત્રી હોવી જોઈએ.  મને આશા છે કે આ સાચુ પડશે.  બીજી બાજુ કપલ દ્વારા પોતાની પુત્રીનુ વેલકમ કર્યા બાદ આ વીડિયો ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  બીજી બાજુ નેટિજેંસ અને ક્લોજ ફ્રેંડ્સ દિશા અને રાહુલને ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યા છે. 
 
દિશા અને રાહુલ પોસ્ટ શેયર કરી પુત્રી હોવાની આપી ન્યુઝ 
 
ઉલ્લેખનીય છે કે દિશા અને રાહુલે થોડા દિવસ પહેલા પોસ્ટ કરીને એનાઉસ કર્યુ હતુ કે તેમના ઘરે પુત્રી આવી છે. કપલે લખ્યુ, લક્ષ્મીજી આવી છે. અમે બેબી ગર્લથી બ્લેસ થયા છે. મા અને બાળક બંને સ્વસ્થ છે અને બિલકુલ ઠીક છે. અમે અમારા ગાયનેકને થેક્યુ કહેવા માંગીએ છીએ જે કંસીવથી લઈને જન્મ સુધી બાળકની દેખરેખમાં લાગ્યા રહ્યા અને અમે બેસ્ટ ડિલીવરી એક્સીપિરિયંસ આપવા માટે અમારા પરિવારને સ્પેશ્યલ થેંક્યુ અને અમે ખુશ છીએ.. પ્લીજ બેબીને આશીર્વાદ આપો. 
 
રાહુલની આ પોસ્ટ પછી તેમના મિત્રો નકુલ મેહતા, દ્રષ્ટિ ધામી, એલી ગોની અને અનેક બીજા કમેંટ સેક્શનમાં તેમને શુભેચ્છા પાઠવી 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર