આ વીકેંડ પર ઈંડિયન આઈડલમાં કંઈક એવુ થવાનુ છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. આ વીકેંડ ઉદીત નારાયણ ગેસ્ટના રૂપમાં આવી રહ્યા છે. ઉદીત શો ની જજ નેહા કક્કડને ટીઝ કરતા જોવા મળશે. ઉદીત નારાયણે જણાવ્યુ કે તે આ શો મા આ વખતે ખાસ મક્સદથી આવ્યા છે. તેમણે કહ્યુ કે નેહા કક્કડને તે પોતાની વહુ બનાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ઉદીતના પુત્ર આદિત્ય નારાયણ શો ને હોસ્ટ કરી રહ્યા છે અને તે વારંવાર નેહા કક્કડ સાથે ફલર્ટ કરતા જોવા મળે છે. જેને ફેંસ ખૂબ પસંદ કરે છે. આ વખતે ઉદિત નારાયણ આવીને નેહાને શૉક આપે દે છે.
છેવટે આદિત્ય નારાયણ નેહા કક્કડ સાથે ફેમિલી ફોટો ક્લિક કરાવે છે. સોની ટીવીએ પ્રોમો વીડિયોને ઈસ્ટાગ્રામ પર શેયર કર્યો હતો. પણ થોડી જ વાર પછી તેને ડિલીટ કરવામાં આવ્યો. વીકેંડ પર આ વાતની જાણ થશે કે લગ્નની આ વાત સાચી છે કે આ બધુ શો નો એક ભાગ છે. તેના વિશે કોઈને કશુ જ ખબર નથી. પણ સોશિયલ મીડિયા પર નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નની ચર્ચા જોરો પર છે. શો નો પ્રોમો આવ્યા પછી લોકોમાં ખૂબ જ એક્સાઈટમેંટ છે.