સ્ટાર અને હાલમાં બોલીવુડ ફિલ્મોમાં ચમકી રહી રહેલી સની લિયોન આ શોની જ ખોજ વધુ છે. સેક્સ બોમ્બ પામેલા એંડરસન પણ શોને સ્પાઈસી બનાવવા ભારતીય રંગરૂપમાં શોમાં ઉપસ્થિત રહી હતી. ઉપરાંત શોમાં સ્પર્ધકો વચ્ચે પાંગરતા પ્રેમ લડાઈ-ઝગડાના કારણે પણ વધારે પ્રખ્યાત બન્યો હતો. ગત સિઝનમાં સ્પર્ધકોના નખરાં અને ગાળાગાળીથી તંગ આવી ગયેલા સલમાન આ શોની આગામી સીઝન હોસ્ટ કરવાની ના પાડી હતી.જે બાદ કિંગખાન થી લઈને રણબીર કપૂર સુધીના અભિનેતાઓના નામ વહેતા થયાં હતાં. આખરે ફરીવાર બોલીવુડના મોસ્ટ બેચલક નેમ સલમાન ખાન પર પસંદગી ઉતારવામાં આવી હતી.