પ્રત્યૂષાની કાકી રાજેશ્રી બેનર્જીએ જણાવ્યુ કે જ્યારે રાહુલના પિતા વિશે તેમના આસપાસના લોકોને પૂછવામાં આવ્યુ તો હર્ષવર્ધન સિંહ (રાહુલના પિતા)ના ધારાસભ્ય હોવાની વાત પડોશીઓને પણ ખબર નહોતી. રાહુલ ખોટુ બોલી રહ્યો હતો. રાજેશ્રી બેનર્જીએ જણાવ્યુ કે પ્રત્યૂષાની રાહુલ સાથે જ્યારે નિકટતા વધવા લાગી ત્યારે પિતા શંકર બેનર્જીએ પુત્રીને રાહુલથી દૂર રહેવાની સલાહ આપી હતી.
જ્યારે પ્રત્યૂષા રાહુલના ઘરે રાંચી ગઈ હતી તે સમયે તેણે પોતાના માતા-પિતાને એવુ કહીને મુંબઈ આવવાની ના પાડી હતી કે તે કામમાં વ્યસ્ત રહેશે. આ કારણે તે લોકો હાલ મુંબઈ નહી આવે. રાજેશ્રી બેનર્જીના મુજબ રાહુલે પ્રત્યૂષાને એ રીતે પોતાના ચંગુલમાં ફસાવી લીધી હતી કે તે પોતાના માતા પિતા સહિત કાકા-કાકીની વાતને પણ ધ્યાનમાં લેતી નહોતી.
રાજેશ્રીએ જણાવ્યુ કે પ્રત્યૂષાની આર્થિક તંગીની વાત બિલકુલ ખોટી છે. કારણ કે પ્રત્યૂષાના એકાઉંટમાં હંમેશા રૂપિયા રહેતા હતા. પાવર કપલમાં રાહુલ અને પ્રત્યૂષાએ ભાગ લીધો હતો. જેમા એ લોકોને ચાર કરોડ રૂપિયા મળ્યા હતા. બે કરોડ રાહુલને અને બે કરોડ પ્રત્યૂષાને. પ્રત્યૂષાના ભાગમાં આવેલ રૂપિયા પણ રાહુલ તેના એકાઉંટમાંથી કઢાવી લેતો હતો. તેના મુજબ પ્રત્યૂષાએ એક કરોડની વીમા પોલીસી કરાવી હતી. જેનુ પ્રીમિયમ 27 હજાર રૂપિયા પ્રતિ વર્ષ તે ભરતી હતી. એ પોલીસીમાં રાહુલે બળજબરીપૂર્વક પ્રત્યૂષા પર દબાણ બનાવીને ખુદને નોમિની બનાવી દીધો હતો.