. કોમેડિયન કપિલ શર્મા મહાનાયક અમિતાભ બચ્ચનના હિટ ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ' ના આઠમી સીઝનના પહેલા ગેસ્ટ બનશે. કપિલ સોની ચેનલ પર પ્રસાર્તિ થનારા કેબીસી 8ના પ્રથમ એપિસોડમાં જોવા મળશે જે 2 ઓગસ્ટના રોજ બતાડવામાં આવશે. અમિતાભે પોતાના બ્લોગ પર આ ખબર શેર કરી. અમિતાભ પોતે પણ કપિલના કાર્યક્રમ કોમેડી નાઈટ્સ વિથ કપિલના મહેમાન બની ચુક્યા છે..