રવિન્દ્ર નાથ ટૈગોરના અણમોલ વિચા - જે તમારુ જીવન મહેંકાવી દેશે

શુક્રવાર, 7 મે 2021 (06:53 IST)
રવિન્દ્ર નાથ ટેગોર એક બંગાળી કવિ, કહાનીકાર, ગીતકાર, નિબંધકાર, નાટકકાર અને ચિત્રકાર હતા.  મહાત્મા ગાંધીએ રવિન્દ્રનાથ ટેગોરને ગુરૂદેવની ઉપાધિ આપી.  રવિન્દ્ર નાથ ટેગોર તેમની કાવ્ય રચના ગીતાંજલિ માટે સન 1913માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો. નોબેલ પુરસકાર પ્રાપ્ત કરનારા તે પહેલા એશિયાઈ વ્યક્તિ હતા. અહી જાણો રવિન્દ્ર નાથના કેટલાક ક્વોટ્સ જે આપણને જીવનને લઈને આપે છે અનેક સંદેશ 

- ફક્ત ઉભા રહીને પાણીને તાકતા રહેવાથી તમે નદીને પાર નથી કરી શકતા
 
- આપને એવી પ્રાર્થના ન કરવી જોઈએ કે આપણી પર કોઈ મુશ્કેલી ન આવે પણ એવી પ્રાર્થના કરીએ કે આપણે તેનો સામનો નિડરતાથી કરીએ. 
 
- પ્રેમ ફક્ત અધિકારનો દાવો કરતો નથી પરંતુ તે સ્વતંત્રતા આપે છે.
 
- સંગીત બે આત્માઓ વચ્ચેના અંતરને ભરે છે
 
 - તેમના ગીતોમાંથી એક  ગીત - "અમાર સોનાર બાંગ્લા" બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત છે અને તેમનું ગીત "જન ગન મન અધિનાયક જય હી" આપણા ભારત 
 
દેશનું રાષ્ટ્રગીત છે
 
-  ફૂલની પાંદડીઓ તોડી તમે તેની સુંદરતાને એકત્રિત કરી શકતા નથી.
 
- જ્યારે આપણે નમ્ર હોઈએ, ત્યારે આપણે મહાનતાની સૌથી નિકટ હોઈએ છીએ.
 
- કોઈ બાળકના જ્ઞાનને તમારા જ્ઞાન સુધી સીમિત ન રાખશો કારણ કે તે કોઈ અન્ય સમયે જન્મ્યો છ.એ 
 
- તમે જે મુશ્કેલીઓથી તમારુ મોઢુ ફેરવી લેશો તે એક ભૂત બનીને તમારી ઉંઘ ઉડાડી દેશે 
 
- આશા એ પક્ષી છે જે અંધારુ હોવા છતા પણ આપણને ઉજાસની અનુભૂતિ કરાવે છે. 
 
- ઉચ્ચ શિક્ષણ તે જ નથી જે આપણને માહિતી આપે છે, પરંતુ તે તે છે જે આપણા જીવનને સફળતાનું નવું પરિમાણ આપે છે.
 
- દરેક બાળક એક સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ પણ પણ માનવોથી નિરાશ થયા નથી.
 
- જે આપણુ છે તે આપણા સુધી ત્યારે પહોચે છે જયારે આપણે તેને ગ્રહણ કરવાની ક્ષમતા વિકસિત કરીએ છીએ. 
 
- મેં સ્વપ્ન જોયુ કે જીવન આનંદ છે. હું જાગી ગયો અને જોયું કે જીવન એક સેવા છે. જ્યારે મેં સેવા કરી, ત્યારે મે અનુભવ્યુ કે સેવામાં જ આનંદ છે.
 
- માટીના બંધનમાંથી મુક્ત થવું એ ઝાડની સ્વતંત્રતા નથી.
 
- જો તમે બધી ભૂલોના દરવાજા બંધ કરી દેશો તો સત્ય બહાર જ રહી જશે 
 
- તર્ક કરનારુ મગજ એક એવા ચાકુ જેવુ છે જેમા ફક્ત બ્લેડ હોય છે. આ તેનો પ્રયોગ કરનારાના હાથમાંથી લોહી કાઢી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર