મંગળવારે છે વિશેષ યોગ - આ ઉપાય કરશો તો ખિસ્સુ કાયમ ભરેલુ રહેશે

સોમવાર, 4 એપ્રિલ 2016 (18:07 IST)
આવતીકાલે તારીખ 5 એપ્રિલ મંગળવારના દિવસે વિશેષ યોગ બની રહ્યા છે. મંગળવારે અને ત્રયોદશી તિથિ હોવાને કારણે ભૌમ પ્રદોષનો વિશેષ યોગ બની રહ્યો છે સાથે જ રાત્રે 12 વાગીને 4 મિનિટ પછી માનસિક શિવરાત્રિનો મહાસંયોગ પણ બની રહ્યો છે. આવતીકાલે મંગળવારે દિવસે સવારે 10 વાગીને 35 મિનિટ સુધી રાહૂના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ રહેશે. જેના કારણે અતિશુભ શુક્લ યોગ બની રહ્યો છે. આ યોગ માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે અને જ્ઞાન અર્જન કરવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. સાથે જ અતિશુભ યોગ બપોરે 1 વાગીને 39 મિનિટ પર ગરાજા કર્ણ રહેશે જ્યારે કે કેસની જીતમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 
 
ત્યારબાદ અતિશુભ વાણિજ્ય કરણ રહેશે. આ કરણ રોજગારને ચમકાવવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. મંગળવારે ભૌમ પ્રદોષનો સમય સાંજે 6 વાગીને 27 મિનિટથી લઈને 6 વાગીને 54 મિનિટ સુધી રહેશે. આ પ્રદોષ જનમાનસ જીવનની બધી સમસ્યાઓને હરવામાં સર્વશ્રેષ્ઠ છે. આ પ્રદોષકાળમાં કોર્ટ કેસમાં જીત અને બધી આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. 
 
તમારુ ખિસ્સુ ભરેલુ રાખવાની સોનેરી તક,  જરૂર કરો આ નાનકડો ઉપાય 
 
પીપળાના 13 પાન પર ચમેલીનુ તેલ અને સિંદૂરના મિશ્રણથી તમારી સમસ્યા દાડમની દંડી વડે લખીને શિવલિંગ પર ચઢાવવાથી ચોક્ક્સ તમારુ ખિસ્સુ ધન, સુખ અને સમૃદ્ધિથી ભરેલુ રહેશે. 

વેબદુનિયા પર વાંચો