બનાસકાંઠાનાં પાલનપુરના બાદરપુરાની મહેશ્વરી પેપર મિલમાં કુંડીઓ બનાવી હતી. મંગળવાર રાત્રે શ્રમિકો કુંડીમાં ઉતર્યા હતા . જે કુંડીઓ છેલ્લા એક સપ્તાહથી બંધ હોવાથી અંદર ગેસ એકઠો થયો હતો. ત્યારે કુંડીમાં એકઠા થયેલ ગેસનાં કારણે શ્રમિકને ગુંગળામણ થવા પામી હતી. બેભાન થઈ ગયેલ મજૂરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે બાદ બેભાન થઈ ગયેલ મજૂરોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ત્રણ મજૂરોનાં મોત નિપજ્યા હતા.