દરેક કોઈને પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ધનની જરૂર હોય છે. પણ ધન દરેક કોઈ પાસે ટકતુ નથી. આર્થિક સંકટ સૌથી મોટુ કષ્ટ હોય છે. તેથી આ સંકટને દૂર કરવા માટે ગુરૂવારે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય જીવનમાં આવી રહેલ આર્થિક પરેશાનીઓને દૂર કરવા ઉપરાંત આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને વૈભવનો પણ વાસ રહેશે.
ગુરૂવારના દિવસે કરો આ કામ
- ગુરૂવારના દિવસે સ્નાન ધ્યાન પછી તમારે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ. આ સાથે જ ભગવાનને પીળા ફુલ, ચંદન અને ભોગ લગાવવો જોઈએ. ગુરૂવારે પીળી જ વસ્તુઓ ખાવી પણ જોઈએ અને દાન પણ કરવી જોઈએ.