પરીક્ષામાં સફળતા માટે આ સરસ્વતી મંત્ર

બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (11:21 IST)

દરેક દેવી-દેવતાઓનો એક મૂળ મંત્રે હોય છે. જેના વડે તેમનું આહ્વાન કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રોમાં દેવી-દેવતાઓની સ્તુતિ માટે ઘણા પ્રકારના મંત્રોને બનાવવમાં આવ્યા છે. આ મંત્ર વિશેષ રૂપે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે બનેલા હોય છે. આ મંત્ર પ્રભાવી સિદ્ધ થાય છે. 

સરસ્વતી પૂજન સમયે નિમ્નલિખિત શ્લોકથી ભગવતી સરસ્વતીનુ ધ્યાન કરો. જો સમયાભાવ હોય તો માત્ર એક વાર ઘી નો દીપક સળગાવીને વાંચી શકાય છે. 
 
જ્યારે પણ કોઈ પરીક્ષા આપવા જાય ત્યારે આ મંત્રને સાચા મનથી માં સરસ્વતીનું સ્મરણ કરી 7 વાર વાંચો. 
 
ॐ श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनोहराम्।।
कोटिचंद्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहाम्।
वह्निशुद्धां शुकाधानां वीणापुस्तकमधारिणीम्।।
रत्नसारेन्द्रनिर्माणनवभूषणभूषिताम्।
सुपूजितां सुरगणैब्रह्मविष्णुशिवादिभि:।।
वन्दे भक्तया वन्दिता च मुनीन्द्रमनुमानवै:।
 
વેદો મુજબ અષ્ટાક્ષર મંત્ર દેવી સરસ્વતીનો મૂળ મંત્ર છે. 
 
श्रीं ह्रीं सरस्वत्यै स्वाहा। 
 
જ્યારે પણ દેવી સરસ્વતીની પૂજા કરો અને નૈવૈદ્ય અર્પણ કરો ત્યારે આ મંત્ર 108 વાર જરૂર બોલો. આ મંત્ર દરેક વિદ્યાર્થીને પરીક્ષા અપાવવામાં અને તેની બુદ્ધિને અભ્યાસમાં એકાગ્રતા લાવવાનું કાર્ય કરે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર