કર્જ ચુકવવામાં પરેશાની આવી રહી છે તો અપનાવો બસ એક ઉપાય

સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (18:35 IST)
કર્જનો બોઝ મનુષ્યને મર્યા પછી પણ જતો નથી. તેને કોઈને કોઈ રૂપમાં કર્જ જરૂર ચુકવવુ પડે છે. ધર્મગ્રંથો મુજબ જ્યા સુધી બને શકે કર્જથી બચવુ જોઈએ જો તમે ઘર ખરીદવા માટે કે પછે ગાડી કે બીજી જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કર્જ લીધુ છે. કોઈ કારણસર આવી પરિસ્થિતિ બની ગઈ છે જેનાથી તમને કર્જ ચુકવવામાં પરેશાની આવી રહી છે કે કર્જ ને કારણે તમારા જીવનમાં કોઈ પ્રકારની પરેશાની ચાલી રહી છે તો તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છે જેમાથી તમે જલ્દી જ કર્જથી મુક્તિ
મેળવી શકો છો.
 
ઋણ મુક્તેશ્વર મંદિરમાં જઈને કરો પૂજા
 
જો તમે કર્જથી પરેશાન છો તો વિશ્વ પ્રસિદ્ધ મહાકાશ્વર નગરી ઉજ્જૈનમાં ઋણમુક્તેશ્વર મંદિરમાં પીળી પૂજા કરી ઋણમાંથી મુક્તિમેળવી શકો છો. પીળી પૂજાનો મતલબ પીળા વસ્ત્રમાં ચણાની દાળ પીળા ફુલ હળદરની ગાંઠ અને થોડો ગોળ બાંધીને જળદારી પર તમારી મનોકામના સાથે અર્પિત કરવાનો છે.
 
ઉજ્જૈન શહેરથી લગભગ એક કિલોમીટર દૂર આવેલુ આ મંદિર મોક્ષદાયિની ક્ષિપ્રાના કિનારે આવેલુ છે.
 
108 વાર કરો જાપ
 
વારે ઘડીએ કર્જ ઉતાર્યા પછી પણ ફરી તમારી પર કર્જ ચઢી જાય છે તો તમે શિવજી પર શેરડીનો રસ ચઢાવો અને ઓમ નમ શિવાય કે પછી મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ 108 દિવસ સુધી કરો.
સાથે જ ભગવાનને તમારી સમસ્યા બતાવો. આવુ કરવાથી ધીરે ધીરે કર્જથી મુક્તિ મળી શકે છે એવી માન્યતા છે.
 
 
પીપળાના ઝાડ નીચે કરવાનો ઉપાય
 
કર્જની ચિંતાથી તમે વધુ પરેશાન છો તો શનિવારની સાંજે પીપળના ઝાડની નીચે લોટનો એક ચૌમુખી દીવો સરસવનુ તેલ નાખીન પ્રગટાવો. મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરો કે તમને કર્જથી મુક્તિ અપાવે. એવુ કહેવાય છે કે શનિવારે પીપળ પર બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. તેનાથી મનોકામના પૂરી થાય છે.
 
હનુમાનજીની કરો પૂજા
 
કર્જથી મુક્તિ મેળવવા માટે તમે 21 શનિવાર સુધી હનુમાન મંદિરમાં જઈને 11 વાર હનુમાન ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરો. તેનાથી તમને કર્જથી મુક્તિ મળવા ઉપરાંત તમારા વ્યવસાયમાં પણ ઉન્નતિ થશે.
 
 
લક્ષ્મીજીનો મેળવો આશીર્વાદ 
 
- કર્જથી મુક્તિ માતે લક્ષ્મીજીને સફેદ વસ્તુ જેવી કે ચોખાથી બનેલ ખીર અને દૂધથે બનેલ પકવાનોનો ભોગ લગાવો. ગૃહલક્ષ્મી માતા કે ઘરની સૌથી મોટી સ્ત્રીને પણ આદર આપતા સૌ પહેલા તેમને જ પ્રસાદ ખવડાવો અન ત્યારબાદ તમે પ્રસાદ ખાવ. ધીરે ધીરે તમારુ બધુ કર્જ ઉતરી જશે એવી માન્યતા છે.
 
અને છેલ્લો ઉપાય છે મસૂરની દાળનુ કરો દાન
 
કર્જથી મુક્તિ મેળવવા માટે રોજ લાલ મસૂરની દાળનુ દાન કરો તેનાથી ધીરે ધીરે કર્જ ઓછી થએ એ શકે છે સાથે જ મંગળવારે શિવલિંગ પર મસૂરની દાળ અને જળ અર્પિત કરો અને ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમહ નો જાપ કરો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર