Astro Tips of Rice: કિસ્મતનુ નથી મળી રહ્યુ સાથ, ઘરમાં ચોખાથી કરો આ સરળ ઉપાય, ભાગ્ય થઈ જશે ઉદય

શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (10:45 IST)
Rice Remedies: જીવનમાં ઘણી વાર મેહનત કર્યા છતાંત ફળ નથી મળે છે. તેનુ કારણે સૂતેલુ ભાગ્ય થઈ શકે છે. તેથી જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવ્યા છે. આજે એક એવા જ સરળ ઉપાય વિશે જણાવી રહ્યા છે. 
દરેક માણસના દિલની ઈચ્છા હોય છે કે કે સારી અને સુખમય જીવન મળે. તેમના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી ન રહે. પરિવારની દરેક જરૂરિયાતને પૂરા કરી શકે. તેના માટે તે ખૂબ મેહનત પણ કરે છે. પણ ઘણી વાર તેનુ ફળ નથી મળતુ. તેના પાછળ કારણ તેનો ભાગ્ય થઈ શકે છે. ઘણી વાર કિસ્મતનુ સાથ ન મળવાથી માણસના સપના અધૂરા રહી જાય છે. તેમના બનતા બનતા કામ બગડી જાય છે. તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવ્યા છે. એવી જ એક સરળ ચોખાના ઉપાય છે. જેને કરવાથી ભાગ્યન બારણ ખુલી જાય છે. 
 
ચોખાના ઉપાય 
હિંદુ ધર્મમાં ચોખાને ખૂબ પવિત્ર ગણાયુ છે. તેને અક્ષત પણ કહે છે. જેને ભગવાનને અર્પિત કરાય છે. તેમજ ઘણા ધાર્મિક કાર્યોમાં પણ ચોખાનો ઉપયોગ કરાય છે. ચો0ખાના કેટલાક નાના ઉપાય કરવાથી ભાગ્યનુ સાથ મળવા લાગે છે/ 
 
ચાંદલો 
અક્ષતન અખંડિત ચોખા એટલે કે વગર તૂટેલા ચોખાથી કંકુની સાથે માથા પર ચાંદલો કરવો જોઈએ. આવુ કરવાથી ધન લાભના યોગ બને છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. તેમજ તાંબાના લોટામાં કંકુની સાથે થોડા ચોખા નાખી સૂર્યદેવને અર્ધ્ય આપવાથી સૂતેલા ભાગ્ય જાગી જાય છે. 
 
લાલ કપડાની પોટલી 
પૂર્ણિમાના દિવસે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી એક સાફ લાલ રેશમી કપડા લો તેમાં ચોખાના 21 અખંડિત દાણા રાખી લક્ષ્મી માતાની સાથે પૂજા કરવી. હવે આ કપડાની પોટલી બનાવીને તિજોરી કે પૈસા રાખવાની જગ્યા પર મૂકી દો તેનાથી જીવનમાં પૈસની પરેશાનીનો સામનો નથી કરવો પડે છે. 
 
દાન 
સોમવારના દિવસે અડધા કિલો અખંડિત અડધા ચોખા લઈને શિવ મંદિર જાવ. તેમાંથી એક મુટ્ઠી ચોખા લઈને ભગવાન ભોળા શંકરને ચઢાવો. તે પછી વધેલા ચોખાને કોઈ ગરીબ કે જરૂરિયાત માણસને દાન કરી દો. આ પ્રક્રિયા સતત પાંચ દિવસ સુધી કરવી. તેનાથી ધન સંબંધિત પ્રધી પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર