Rule Change From December 2022: વર્ષ 2022 ડિસેમ્બરનો છેલ્લો મહિનો શરૂ થવાનો છે. આવી સ્થિતિમાં, ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે (Rule Change From December 2022), જેની સીધી અસર તમારા રોજિંદા જીવન પર પડશે. એલપીજી સિલિન્ડરની કિંમત(LPG Cylinder Price)થી લઈને પેન્શનના નિયમો બદલાઈ રહ્યા છે. જો પેન્શનધારકો જીવન પ્રમાણપત્ર (Life Certificate)સબમિટ નહી કરે તો પેન્શન રોકાય શકે છે. સાથે જ ટ્રેનના સમયમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ કે ડિસેમ્બર મહિનામાં તમારા જીવન પર શું અસર પડશે...?
જીવન પ્રમાણપત્ર રજૂ કરવું છે જરૂરી
જો તમે પેન્શનનો લાભ લઈ રહ્યા છો, તો તમારે 30 નવેમ્બર, 2022 સુધીમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી રહેશે. જો આમ ન કરવામાં આવે તો તમારા પેન્શનના પૈસા અટકી શકે છે. જીવન પ્રમાણ પોર્ટલ સિવાય, તમે ઓનલાઈન અને ઓફલાઈન મોડ દ્વારા સંબંધિત બેંક અને પેન્શન જારી કરતી સંસ્થાને જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.
એટીએમમાંથી પૈસા કાઢવા રહેશે સેફ
પંજાબ નેશનલ બેંક સુરક્ષાને ધ્યાનમાં રાખતા એક વધુ ફેરફાર કરવા જઈ રહયા છે હવે એટીએમમાં કાર્ડ નાંખતા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. OTP એટીએમમાં સબમિટ કર્યા પછી જ તમે રોકડ ઉપાડી શકશો (OTP આધારિત રોકડ ઉપાડ). PNBએ છેતરપિંડી રોકવા માટે આ પગલું ભર્યું છે.
ટ્રેનોના ટાઈમ ટેબલમાં થશે ફેરફાર
ડિસેમ્બરમાં મોટાભાગના સ્થળોએ ગાઢ ધુમ્મસ પડવાનું શરૂ થાય છે. આ કારણોસર, ઠંડી અને ધુમ્મસની અસરથી બચવા માટે, રેલ્વે નક્કર વ્યવસ્થા કરી રહી છે. રેલવે ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરી રહી છે. ડિસેમ્બરથી, ટ્રેન નવા ટાઈમ ટેબલ સાથે ટ્રેનોનું સંચાલન કરશે. જો કે કઇ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવશે તે 1 ડિસેમ્બર પછી જ નક્કી થશે.